રોબર્ટ વાડ્રા નથી આપી રહ્યાં તપાસમાં સાથ, કોર્ટે મોકલ્યું સમન્સ

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા વિરૂધ્ધ તપાસ ચાલુ છે. આજે ત્રીજા દિવસે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સામે હાજર થવાનું છે. વાડ્રા તપાસમાં સાથ નથી આપી રહ્યાં તેથી આગળ સમન્સ આપવામાં આવ્યું છે.

પહેલાની તપાસમાં વાડ્રાએ લંડનમાં તેમની કોઈ મિલકત હોવાનો ઈન્કાર કર્યો હતો, જ્યારે તેમના પર આરોપ છે કે વાડ્રાએ વિદેશમાં ગેરકાયદેસર રીતે મિલકત ખરીદવા માટે મની લોન્ડરિંગ કર્યું છે. ગયા બુધવારે વાડ્રા એજન્સીઓની સામે હાજર થયા હતા. વાડ્રા દિલ્હીના જામનગર ભવન સ્થિત ED કાર્યાલય પહોંચ્યા હતા. તેમની સાથે તેમની પત્ની અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા.

મની લોન્ડરિંગનો આ કેસ 19 લાખ પાઉન્ડ ( 17.5 કરોડ રૂપિયા)ની વિદેશમાં સ્થિત બેનામી મિલકતથી જોડાયેલ છે. EDની તપાસ દરમિયાન વાડ્રાની નજીકના મનોજ અરોરાનું નામ સામે આવવાથી અરોરા વિરૂધ્ધ પણ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરાયો હતો. લંડનની મિલકત કથિત રીતે ભંડારીએ ખરીદી અને તેમાં રીપેરીંગનો ખર્ચ અલગથી કરવામાં આવ્યો હોવા છતાં તેને ખરીદેલ કિંમત પર જ 2010માં વેચવામાં આવી.

READ  પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાને શા માટે મતદાન ન કર્યું ? પ્રિયંકા ગાંધીએ જણાવ્યું આ કારણ

વાડ્રાની ગુરૂવારે પણ આ કેસ બાબતે લાંબી તપાસ કરવામાં આવી. વાડ્રાની જોડે તેમના વકીલોની ટીમ પણ હાજર હતી. આગળ કરેલી તપાસમાં વાડ્રાએ બધી જ જાણકારી નથી આપી, તેથી તેમની આગળની તપાસમાં સામેલ થવા માટે કહ્યું છે. તેમનો જવાબ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (PMLA) હેઠળ દાખલ કરવામાં આવશે.

 

તે પહેલા EDના વકીલે કોર્ટમાં કહ્યું કે લંડનની મિલકત એક પેટ્રોલિયમ સોદામાં લેવામાં આવેલ લાંચનો ભાગ છે. આ રકમને ભંડારીની UAE સ્થિત કંપની FZC સનટેક ઈન્ટરનેશનલે ટ્રાન્સફર કર્યા હતા. વાડ્રાથી જોડાયેલ આ કેસમાં આરોપી મનોજ અરોરા પણ એક મુખ્ય શંકાસ્પદ છે.

READ  નવા વર્ષની પાર્ટી કરજો પણ આટલા નિયમો ધ્યાનમાં રાખજો નહિતર...

બીજી તરફ બીકાનેરમાં જમીન ખરીદવાના એક કેસમાં વાડ્રા અને તેમની માતા મુરીન વાડ્રાને જયપુર EDની ઓફિસમાં 12 ફેબ્રૃઆરીએ હાજર થવાનું છે. રાજસ્થાન હાઈકોર્ટની જોધપુર બેન્ચે તેના માટે આદેશ આપ્યો છે તે પછી વાડ્રા EDની તપાસ માટે જયપુર પહોંચશે. EDએ કહ્યું કે વાડ્રાને નવેમ્બર 2018 સુધી ત્રણ વાર નોટિસ મોકલવામાં આવી પણ તે હાજર થયા નથી.

રોબર્ટ વાડ્રાની કંપનીએ જોધપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી રાહત માગી હતી. તેના પર કોર્ટે સુનવણી કરતા કહ્યું હતું કે વાડ્રાની વિરૂધ્ધ કોઈ જબરદસ્તી નહીં કરવામાં આવે સાથે એ પણ આદેશ આપવામાં આવ્યો હતો કે આગળની તપાસ માટે તેમને 12 ફેબ્રૃઆરીએ EDની સામે હાજર થવું પડશે. જોધપુર હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચે વાડ્રાની ધરપકડ કરવા માટે પ્રતિબંધ લગાવ્યો હતો.

READ  એર સ્ટ્રાઈક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હુંકાર, દેશવાસીઓને આપ્યો ખાસ સંદેશો : 'મેં દેશ નહીં ઝૂંકને દૂંગા '

વાડ્રાની કંપની વિરૂધ્ધ EDમાં એક ફરિયાદ દાખલ છે જેમાં કહ્યું છે કે સ્કાઈલાઈટ હોસ્પિટાલિટીએ ગેરકાયદેસર રીતે બીકાનેરના કોલાયતમાં 275 વીઘા જમીન ખરીદી. આ મિલકત બેનામી રીતે ખરીદવાનો આરોપ છે. જેમાં મધ્યાંતર મહેશ નાગરના ડ્રાઈવરના નામે પણ જમીનો છે. આરોપ મુજબ સ્કાઈલાઈટ હોસ્પિટલિટીમાં રોબર્ટ વાડ્રા અને તેમની માતા મુરીન વાડ્રા ડાયરેકટર બતાવવામાં આવ્યા છે.

[yop_poll id=1248]

FB Comments