જીજાજીએ ફરી કરી ભૂલ! હવે એવું રોબર્ટ વાડ્રાએ શું કરી દીધુ કે દુનિયા પડી ગઈ તેમની પાછળ, તમે દેખશો તો હસી પડશો

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. તે દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રાએ પણ લોધી એસ્ટેટમાં મતદાન કર્યુ હતું. મતદાન કર્યા પછી રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી.

આ પોસ્ટમાં રોબર્ટ વાડ્રાથી એક ભૂલ થઈ હતી. જેને લીધે તેઓ સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ થઈ રહ્યાં છે. તેમને ફેસબુક અને ટ્વિટર પર તેમની પોસ્ટમાં ભારતના ઝંડાની જગ્યાએ પરાગ્વેનો ઝંડો પોસ્ટ કરી દીધો હતો. તેમની આ ભૂલને લીધે લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા.

 

તેમને મતદાન કર્યા પછી ટ્વિટર પર સેલ્ફી પોસ્ટ કરી હતી અને લખ્યું કે આપણો અધિકાર આપણી તાકાત છે. બધાએ મતદાન કરવું જોઈએ. રોબર્ટ વાડ્રાએ જે ઝંડો ટ્વિટ કર્યો હતો તેમાં પણ 3 રંગ હતા. જેમાં ઉપર લાલ, વચ્ચે સફેદ અને નીચે બ્લુ રંગ છે. વચ્ચે એક ચક્ર પણ છે. આ ઝંડો પરાગ્વેનો છે.

આ પણ વાંચો: છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર કુલ 60 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં હિંસાની વચ્ચે પણ થયું રેકોર્ડબ્રેક મતદાન

જ્યારે આપણા દેશના ઝંડામાં સૌથી ઉપર કેસરી વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. રોબર્ટ વાડ્રાએ ફેસબુક અને ટ્વિટર બંને જગ્યાએ આ પોસ્ટ કરી હતી. ત્યારબાદ થોડા સમય પછી તેને ડીલીટ કરી હતી પણ ફેસબુકની આ પોસ્ટની એડિટ હિસ્ટ્રીમાં જોઈ શકાય છે કે રોબર્ટ વાડ્રાએ પરાગ્વેનો ઝંડો લગાવ્યો હતો.

 

Ahmedabad: AMTS bus and car stuck up in pit in Jeevraj park area| Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

છઠ્ઠા તબક્કામાં 59 સીટ પર કુલ 60 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં હિંસાની વચ્ચે પણ થયું રેકોર્ડબ્રેક મતદાન

Read Next

અરવલ્લીમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, જુઓ VIDEO

WhatsApp પર સમાચાર