રોહિત શર્માએ ફટકારી સિક્સ અને ફેનને વાગ્યો બોલ, ત્યારબાદ શર્માએ કર્યુ કંઈક એવુ કે ફેન થઈ ગઈ ‘ખુશખુશાલ’

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એજબેસ્ટનમાં રમાયેલી મેચ દરમિયાન દર્શકોની વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ મેચ ભારતીય ટીમે 28 રનથી જીતી લીધી હતી. ત્યારે ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ મેચમાં સદી ફટકારીને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.

 

READ  સૌરાષ્ટ્રની અમરેલી APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રહ્યા રૂ.2430, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોહિત શર્માએ મેચ દરમિયાન એક સિક્સર ફટકારી હતી તો તે બોલ સ્ટેડિયમમાં બેઠેલી દર્શક મીનાને વાગ્યો હતો. ત્યારબાદ રોહિત શર્માએ જે કર્યુ તેનાથી લોકોનું દિલ જીતી લીધુ છે. મેચ ખત્મ થયા પછી રોહિત શર્માએ મીનાની મુલાકાત લીધી હતી અને તેને ઓટોગ્રાફવાળી ટોપી પણ ગિફ્ટ કરી હતી. તે દરમિયાન મીના રોહિત શર્માને મળીને ખુબ ખુશ નજરે આવી રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારત પાસે એવી મિસાઈલ છે કે આખું પાકિસ્તાન સાફ થઈ જાય!

આ પણ વાંચો: VIDEO: ભારે વરસાદને કારણે તૂટ્યો ડેમ 7 ગામમાં પૂરના પાણી ફરી વળ્યા, 2 લોકોના મોત 22 ગુમ

રોહિત શર્માનો એક ફેન માટે આટલો પ્રેમ જોઈને લોકો તેમની ખુબ સરાહના કરી રહ્યાં છે. તે સિવાય પણ મેચ પછી રોહિત શર્માએ 87 વર્ષના ચારૂલતા પટેલને પણ મળ્યા. જે ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે વ્હીલચેર પર સ્ટેડિયમ પહોંચ્યા હતા. તે સિવાય ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેમની મુલાકાત લીધી હતી અને ચારૂલતા પટેલે બંને ખેલાડીઓને આર્શીવાદ પણ આપ્યા હતા.

READ  ભાજપના યુવા મોરચા દ્રારા લોકસભાની ચૂંટણી પહેલા યુવાનોના હ્દય જીતવા માટેનો અનોખો પ્રયાસ શરૂ કર્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

[yop_poll id=”1″]

 

Top 9 Business News Of The Day : 27-02-2020 | Tv9GujaratiNews

FB Comments