‘હિટમૅન’ અને ‘ગબ્બર’ની મૅચ વિનિંગ ઇનિંગે આ ભારતીય દિગ્ગજ ઓપનિંગ જોડીનો પણ તોડ્યો રેકૉર્ડ

ભારતના બેટસમેન રોહિત શર્મા અને શિખર ધવને અડધી સદી ફટકારી હતી અને બંને વચ્ચે પહેલી વિકેટ માટે 154 રનોની ભાગીદારી કરી 4 વિકેટ ગુમાવી 324 રનનો લક્ષ્યાંક ભારતે આપ્યો હતો.

રોહિત શર્માએ 87 રન જયારે શિખર ધવને 66 રનની ઈનિંગ રમી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 154 રનોની ભાગીદારી કરી હતી. તેની સાથે જ શિખર ધવન અને રોહિત શર્માએ એક મોટી સિધ્ધી હાંસલ કરી છે. રોહિત શર્મા અને શિખર ધવને ભારત માટે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 100+ ભાગીદારી કરવાની સાથે સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગનો રેર્કોડ તોડી નાખ્યો હતો.

READ  ટેસ્ટમાં બેસ્ટ છે કેપ્ટન વિરાટ કોહલી, પૂર્વ કેપ્ટનોને પાછળ છોડીને આ નવો રેકોર્ડ પોતાને નામ કર્યો

શિખર ધવન અને રોહિત શર્માની વચ્ચે 14 ભાગીદારી સદી બનાવી હતી. જયારે સચિન અને સહેવાગે ભારત માટે કુલ 13 ભાગીદારી સદી નોંધાવી છે. ભારત માટે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 100+ ભાગીદારી બનાવવાનો રેર્કોડ સચિન અને સૌરવ ગાંગુલીની જોડીના નામે કુલ 26 ભાગીદારી સદીથી નોંધાયેલ છે.

[yop_poll id=825]

Ahmedabad : AMC failed to maintain Social Distancing among people while distributing food packets

FB Comments