વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ભારતીય ટીમની નજર રહેશે બેટસમેન રોહિત શર્મા પર પણ રોહિત શર્માની નજર રહેશે ધોની પર જાણો કેમ

આજે વિશ્વ કપમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ મેદાન પર ટકરાશે. ત્યારે ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અને સલામી બેટ્સમેન રોહિત શર્મા શાનદાર બેટિંગ કરીને અત્યાર સુધી 2 સદી અને 1 અડધીસદી લગાવી ચૂક્યા છે અને આ વિશ્વ કપમાં ઘણાં રેકોર્ડ પણ તોડી ચૂક્યા છે.

આજની મેચમાં ભારતીય ટીમની નજર રોહિત શર્મા પર અને રોહિત શર્માની નજર ધોનીના એક મોટા રેકોર્ડ પર હશે. હાલમાં આ રેકોર્ડની સાથે ધોની એક માત્ર ભારતીય ખેલાડી છે અને આ લિસ્ટમાં ચોથા સ્થાન પર છે. જો આજે રોહિત આ રેકોર્ડને તોડશે તો તે ધોનીની પાછળ છોડીને ચોથા સ્થાને આવી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: જૈન દેરાસરમાંથી યુવતીનું અપહરણ, પરિવારજનોએ યુવતીને લાકડીથી માર માર્યો

વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર ફટકારવાના મામલે રોહિત શર્મા હવે ધોનીથી માત્ર 2 સિક્સર દુર છે. ધોનીએ અત્યાર સુધી 293 ઈનિંગમાં 225 સિક્સર ફટકારી છે. ત્યારે હિટમેન રોહિત શર્માએ અત્યાર સુધી 204 ઈનિંગમાં 224 સિક્સર ફટકારી છે.

તેથી આજે રોહિત શર્મા 2 સિક્સર ફટકારશે તો સૌથી વધારે સિક્સર ફટકારવાના મામલે ધોનીથી આગળ નીકળી જશે. તેની સાથે જ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકનારા ભારતીય બેટ્સમેન પણ બનશે.

READ  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો આજનો મુકાબલો રહેશે રોમાંચક, આ કારણને લીધે મેચ રદ થઈ શકે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે કે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના લિસ્ટમાં શાહિદ આફ્રદીનું નામ પ્રથમ સ્થાને છે. તેમને 369 ઈનિંગમાં 351 સિક્સર ફટકારી છે. ત્યારબાદ બીજા નંબરે વેસ્ટ ઈન્ડીઝના તોફાની બેટસમેન ક્રિસ ગેઈલનું નામ છે. ગેઈલે 288 ઈનિંગમાં 324 સિક્સર ફટકારી છે.

આ પણ વાંચો: એન્ટીગુઆ સરકારે સાથ આપ્યા બાદ હવે સ્વિટ્ઝર્લેન્ડ સરકારે પણ આપ્યો ભારતનો સાથ, નીરવ મોદી પર કરી આ મોટી કાર્યવાહી

ત્રીજા સ્થાને શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યાનું નામ છે. તેમને 433 ઈનિંગમાં 270 સિક્સર ફટકારી છે. હાલમાં વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે મહેન્દ્ર સિંહ ધોની ચોથા સ્થાન પર છે અને ભારતીય ખેલાડીઓના લિસ્ટમાં પ્રથમ સ્થાને છે.

READ  જીત મેળવ્યા પછી રોહિત શર્માએ કહ્યું, અમે કોઈ એકના વિશ્વાસે નથી રહેતા?

 

Ahmedabad diamond association demands relief package from state govt | TV9News

FB Comments