દેશના સૌથી અમીર વ્યકિતી મુકેશ અંબાણી ખરબો રૂપિયા હોવા છતાં જે કામ ન કરી શકયા તે કામ UPના 10 લોકોએ કરી બતાવ્યું

રેલ્વે સ્ટેશન પર રાતની ઠંડીમાં ખરાબ હાલતમાં એક વૃદ્ધે ભીખમાં રોટલી માંગી અને યુવાન વિક્રમ પાંડેએ જીવવાની રીત બદલી નાંખી. 

3 વર્ષમાં તેમણે માત્ર હરદોઈ જ નહિં પણ 11 પ્રદેશોના 59 જીલ્લામાં 70 રોટી બેંકોની સ્થાપના કરી નાખી. આ અનોખી રોટી બૅંકની વાત પ્રધાનમંત્રી મોદીએ પહેલાં ‘મન કી બાત’માં પણ જણાવી હતી.

ર્જમનીની સામાજીક કાર્યકર એમનેસ્ટી ઇન્ટરનેશનલથી જોડાયેલ જુડી કૅટિયા મારગેટાએ ભારત આવીને આ કામને જોયુ અને બારાબંકી રોટી બૅંકની શાખાનું ઉદ્દગાટન કર્યું. જાન્યુઆરી 2016માં ટ્રેનથી દિલ્લી જતા હતા ત્યારે એક વુધ્ધા પ્રેરણા બની આવી. તેને પૈસા ન લીધા પણ રોટલી માંગી,જે તે ન આપી શકયો. તે દિવસથી રોટી બેંકના સપનાને પુરું કરવાનું નકકી કર્યું.

READ  શું અમિત શાહ રાજ્યસભામાં કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાનું બિલ પાસ કરાવી શકશે?

સૌથી પહેલા 3 ફ્રેબુઆરી 2016માં હરદોઈમાં રોટી બેંકની શરૂઆત કરવામાં આવી. ચાર મહિના પછી ફરૂખાબાદ અને સીતાપુરમાં શાખા ખોલી. 2017માં લખનઉંમાં પણ બ્રાંચ ખોલી. હવે ‘ઈન્ડીયન રોટી બૅંક’ના નામથી 11 પ્રદેશના 59 જિલ્લામાં 70 શાખાઓ ચાલી રહી છે. જે લોકોની ભુખને શાંત કરે છે. પુર્વ સૈનિક એશોસિએશનના અધ્યક્ષ લખનઉંના મેજર આશીષ ચર્તુવેદી આ સંસ્થાના સંરક્ષક છે. તેમની સંસ્થાએ આજ સુધી કોઈ પાસે દાન લીધુ નથી.

READ  જો શરીરમાં લોહીની કમી છે તો આજથી જ ખાવાનું શરૂ કરો આ 6 સુપરફૂડ ! જુઓ VIDEO

મોહલ્લાઓમાં ડબ્બા મુકવામાં આવે છે. ઈચ્છુક પરીવાર સાંજે આ ડબ્બામાં રોટલીઓ મુકે છે. એક ડબ્બામાં 10 પરિવારથી આશરે 50 રોટલીઓ એકત્રિત થાય છે. તેને શાકની જોડે પેક કરી વિતરણ કરવામાં આવે છે.

રોટી બૅંકના સંસ્થાપક વિક્રમ પાંડેએ જણાવ્યું કે વર્ષ 2016માં પહેલી બેઠકમાં યોજના બનાવી હતી ત્યારે 10 લોકો સાથે હતા. આજે 10 હજાર પરિવારો સાથે છે. ખાવાનું પેક કરવાની જવાબદારી મહિલા ટીમ સંભાળે છે. જયારે પેકેટોનું વિતરણ કરવાની જવાબદારી પુરૂષ ટીમ સંભાળે છે. આ ટીમ બાઈક અને સાઈકલ પર રેલ્વે સ્ટેશન, બસ ડેપો,હોસ્પિટલ વગેરે જગ્યાએ જરૂરિયાતમંદોને ત્યાં પેકેટોનું વિતરણ કરે છે.

READ  VIDEO: મુંબઈમાં જન્માષ્ટમીના ભવ્ય ઉત્સવ દરમિયાન 51 ગોવિંદાઓ ઘાયલ, એક ગંભીર

‘ઈન્ડિયન રોટી બૅંક’નું સંચાલન કેરલમાં ઈસાઈ ધર્મના લોકો કરે છે. જયારે સહારનપુરમાં શિખ અને ગોરખપુરમાં મુસ્લિમ સમાજના લોકો રોટી બેંકના સંચાલનની જવાબદારી સંભાળે છે. આ રીતે કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર બધા જ લોકો ઉત્સાહપુર્વક કામ કરે છે.

[yop_poll id=863]

FB Comments