આવું ખાશે ગુજરાત? સરકારી શાળામાં બાળકોને પિરસાતું હતું સડેલું ભોજન, જુઓ VIDEO

Rotten food being used to prepare mid-day meal in Panchmahal

રાજ્યમાંથી કુપોષણ દૂર થાય તે માટે સરકાર અનેક પગલાં ભરે છે. પરંતુ સરકારના આ પગલાં પર પાણી ફેરવી રહ્યા છે વચેટિયા. પંચમહાલની રાંકલી ગામે આવું જ થઈ રહ્યું છે. બાળકોને છેલ્લા કેટલાક દિવસોથી સડેલું ભોજન આપવામાં આવતું હતું. એટલે સુધી જે મધ્યાહન ભોજનના સંચાલકોને વાત કર્યા છતાં, તેઓ મનમાની કરતાં હતા. ત્યારે નાછુટકે ગામલોકો 3 દિવસથી પોતાના ખર્ચે બાળકોને ભોજન પુરુ પાડે છે.

READ  Martyr Jawan from Gir Somnath dist cremated with full honor-Tv9 Gujarati

આ પણ વાંચો: VIDEO: બનાસકાંઠાના વાવમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત, ટડાવ માઇનોર કેનાલમાં પડ્યું 10 ફૂટનું ગાબડું

વાલીઓ તો ઠીક, પરંતુ શાળાના આચાર્યની વાત પણ માનવા સંચાલકો તૈયાર નથી. વાલીઓએ અનેક રજૂઆતો કર્યા છતાં, હજુ સુધી અહીં કોઈ તપાસ માટે આવ્યું નથી. વાલીઓની રજૂઆત બાદ મધ્યાહન ભોજનના સંચાલકને તો દૂર કરવામાં આવ્યા છે. પરંતુ સડેલું અને ખરાબ ભોજન રાંધતા રસોઈયાઓને દૂર કરવાની વાત સાથે અધિકારી પણ સંમત નથી. સરકાર અનેક પગલાં ભરે છે. પરંતુ આ પગલાંને યોગ્ય દિશા આપનારાઓ ખોટા રસ્તા અપનાવી રહ્યા છે ત્યારે આ કિસ્સામાં યોગ્ય અને કડક કાર્યવાહી જરૂરી છે.

READ  Top News Headlines @ 7 PM : 03-12-2016 - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments