VIDEO: મહેસાણા બાયપાસ માટે જમીન આપનાર ખેડૂતોને મળશે રાહત, 200 કરોડથી વધુ વળતરની જાહેરાત

Rs 200 crore grant approved against land acquired for Mehsana bypass Nitin Patel

મહેસાણા બાયપાસ માટે ખેડૂતોની સંપાદિત કરાયેલી જમીનનું સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. ખુદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી હતી. મહેસાણામાં યોજાયેલા કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, ખેડૂતોને જલદી જ વળતરની રકમ મળશે.

આ પણ વાંચો: VIDEO: નેશનલ હાઈવે પર અજીબોગરીબ ઘટના, ઈંડા માટે મચી ગઈ લૂંટ!

આ માટે રૂપિયા 200 કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ વળતરની રકમ સરકાર કોર્ટમાં જમા કરાવશે. ત્યારબાદ કોર્ટ મારફતે વળતરની રકમ ખેડૂતોના અપવામાં આવશે. મહત્વનું છે કે મહેસાણા બાયપાસ માટે 10 વર્ષ અગાઉ પાલોદરા અને ફતેપુરા સહિતના ગામના ખેડૂતોની જમીન સંપાદિત કરાઈ હતી. જેનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતોએ કોર્ટમાં અરજી કરી હતી. અને 2018માં કોર્ટે ખેડૂતોના પક્ષમાં ચુકાદો આપતા યોગ્ય વળતર આપવાનો આદેશ કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રક્ષક જ બન્યા ભક્ષક! 12 પોલીસ સામે હત્યાનો ગુનો દાખલ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments