પ્રથમ વખત RSS વિદેશી મીડિયાની સાથે કરશે વાતચીત, આપશે સવાલોના જવાબ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘસંચાલક મોહન ભાગવત વિદેશી મીડિયા સાથે વાત કરશે. આ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે તેઓ વિદેશી મીડિયાના સવાલોના ઉત્તર આપશે. RSS પ્રત્યેની જે ખોટી ધારણાઓ છે તેને લઈને પણ આ વાતચીતમાં જવાબ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :  સાબરકાંઠા જિલ્લામાં 100 ટકા વરસાદ બાદ પણ ગુહાઇ અને હાથમતી જળાશયોની સ્થિતિ ચિંતાજનક

સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તેઓ વિદેશી મીડિયા સાથે વાતચીત કરી શકે છે. આ માટે સંઘના પદાધિકારીઓએ 70 જેટલા દેશના વિવિધ મીડિયા સંસ્થાઓને આમંત્રણ આપ્યું છે. આ વાતચીતનો મુખ્ય ઉદેશ અલગ અલગ વિષયોને લઈને સંઘની વિચારધારાઓ સાથે ચર્ચા કરવાનો છે.

READ  કુંભમાં રામ મંદિર પર મોહન ભાગવતે એવું તો શું કહ્યું કે ભડક્યા સાધુ-સંતો ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મોહન ભાગવત સાથે આ વાતચીતનું રેકોર્ડિંગ કરી શકાશે નહીં. મીડિયાકર્મીઓ આવીને ત્યાં ચર્ચા કરી શકશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે સંઘ વિદેશી મીડિયાની સામે સીધી જ રીતે વાતચીત કરીને તેમના સવાલોના જવાબો આપશે. આ કાર્યક્રમમાં મોહન ભાગવત પહેલાં સંબોધન કરશે અને ત્યારબાદ પ્રશ્નો પૂછી શકાશે.

READ  દેશમાં કોઈ સુખી નથી,બધા આંદોલન કરી રહ્યા છે: મોહન ભાગવત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બેઠક દિલ્હી ખાતે આવેલાં આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજીત કરવામાં આવશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મોહન ભાગવતના ભાષણમાં ભારતીય મીડિયાને તો સ્થાન આપવામાં આવ્યું હતું જ્યારે વિદેશી મીડિયાને દૂર રાખવામાં આવ્યા હતા. આમ સંઘની વિચારધારાને લઈને વિદેશી મીડિયા સૌપ્રથમ વખત સરસંઘસંચાલકની સામે પ્રશ્નો કરી શકશે.

READ  BIG BREAKING: દિલ્હી JNUમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા, ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

 

TV9's Special News Bulletin For Deaf & Dumb People | TV9News

FB Comments