RSSની પાઠશાળાઃ જાણો કયા મુદ્દાઓ પર ભાજપ અને ભગીની સંસ્થાને અપાયું પ્રશિક્ષણ

Rss na samanvay varg ma bjp na neta rahya hajar, Jitu vaghani sahit na neta ni hajri

એક તરફ આજે અમદાવાદમાં કોંગ્રેસના નેતાઓ સરકાર સામે જનસંવેદના આંદોલન કરી રહ્યા હતા. અને સરકારની નીતિ સાથે પારદર્શિતા પર સવાલ ઉઠાવી રહી છે. તો બીજી તરફ RSSનું 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ શરૂ થયું છે. જ્યાં સરકારની નીતિઓ પર મંથન થઈ રહ્યું છે સાથે જ આગામી સમયનો રોડમેપ પણ તૈયાર થઈ રહ્યો છે.

rss

આ પણ વાંચોઃ મોબાઈલમાં નેટવર્ક વગર પણ આરામથી આ કંપનીના યુઝર્સ કરી શકશે વાતચીત

આમ તો RSSનું મુખ્ય કામ સમાજ સેવા છે. પરંતુ સત્તા વિના ન સમાજ સેવા શક્ય છે. ન તો સમાજમાં પોતાનો યોગ્ય સંદેશ પહોંચી શકે. એ વાતથી RSS ખૂબ સારી રીતે વાકેફ છે. જ્યાં ભાજપને કેન્દ્રમાં એક વાર ફરી સત્તા મળી છે ત્યાં બીજી તરફ એક બાદ એક રાજ્યમાં સત્તા ગુમાવી રહ્યા છે. સાથે જ જ્યાં સત્તા છે એવા ગુજરાતમાં પણ પ્રજા અનેક મુદ્દે નારાજ છે. અને આ નારાજગીના ઘેરા પ્રત્યાઘાત ચૂંટણીઓમાં થઈ શકે છે. એ વાતથી પણ સંઘ ખૂબ સારી રીતે વાકેફ છે. અને આ જ કારણ છે કે, સંઘ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાર્યકર્તાઓને આગામી દિવસો માટે સજ્જ કરવામાં આવી રહ્યા છે. સાથે જ કાર્યકર્તાઓને સમાજના વિવિધ વર્ગમા નવી પધ્ધતિ સાથે કામ કરવા અંગે પણ પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.

READ  રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ પોલીસની કામગીરી શરૂ, છારાનગરમાં બુટલેગરોને ત્યાં દરોડા પાડ્યા, જુઓ VIDEO

rss samanvay varg

આમ તો સંઘ દ્વારા સરકારી કામ તથા રાજકીય પક્ષને સીધી રીતે કોઈ સલાહ આપવામાં આવતી નથી. પરંતુ રાજકીય અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સૂચન ચોક્કસ કરવામાં આવે છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો, કમોસમી વરસાદના મારથી હેરાન ખેડૂતો, મોંઘુ થતું શિક્ષણ, પરીક્ષાઓમાં ગેરીરીતિ, રોજગારીના ઘટતા વિકલ્પ, સામાજિક સમરસતા તથા સરકારના મંત્રીઓ નજર અંદાજ કરી સરકારી બાબુઓ દ્વારા મનમાની, કોંગ્રેસના સતત આક્ષેપોથી પ્રજા સમક્ષ સરકારની ઉભી થતી નકારાત્મક છાપ….આ તમામ મુદ્દા સંઘ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેને લઈને પણ અભ્યાસ વર્ગ પર ચિંતન-મંથન કરવામાં આવી રહ્યું છે.

READ  કોંગ્રેસના વોકઆઉટ પર ભુપેન્દ્રસિંહનો જવાબ, કોંગ્રેસ ભાગેડું વૃત્તિ ધરાવે છે

jitu vaghani

જો કે, હાલમાં આ અંગે સંઘમાં કોઈ ખુલીને બોલવા તૈયાર નથી. માત્ર કાર્યકર્તાઓને પ્રશિક્ષણ આપવાની વાતને આગળ મૂકવામાં આવી રહી છે. મહત્વનું છે કે, સમગ્ર બેઠક દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખથી માંડીને હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સત્ર બાદ સીએમ વિજય રૂપાણીએ પણ સંઘ સરકાર્યવાહ ભૈયાજી જોશી સાથે 15 મિનિટ સુઘી બંધ બારણે મુલાકાત કરી હતી. જો કે બેઠકના મુદ્દાઓ અંગે હજુ ફોડ પાડવામાં આવી નથી. ત્યારે જોવાનું એ છે કે, 2 દિવસની બેઠકમાં થઈ રહેલા ચિંતન મંથનનો નિષ્કર્ષ શું નીકળશે તે જોવું રહ્યું.

FB Comments