લોકસભા 2019માં ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત માટે RSS લાગ્યું કામે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ચાલી રહ્યું છે આ ખાસ અભિયાન

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે કવાયત શરૂ કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં RSSના 1 હજારથી વધુ વિસ્તારકો ભાજપના પ્રચાર કામમાં લાગ્યા છે.

થોડા સમય પહેલા અમદાવાદમાં RSS અને તેની ભગીની સંસ્થાઓની વ્યાપક સમન્વય બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપનાં હોદ્દેદારો હાજર રહ્યાં હતાં. સાથે જ VHP, બજરંગ દળ અને કિસાન સંઘ સહિતની સંસ્થાઓનાં હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી.

READ  WhatsApp હેકિંગ વિવાદ: રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યો પ્રહાર, જાણો શુું લખ્યું?

આ બેઠકમાં લોકસભાની ચૂંટણી પહેલા સંઘની રણનિતી વિશે ચર્ચા કરવામાં આવી હતી.

ત્યારે હવે RSSના વિસ્તારકો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભાજપનો પ્રચાર કરવાની કામગીરીમાં લાગી ગયા છે.

 

અલગ અલગ વિસ્તારકોને પ્રદેશ કક્ષાએથી વિવિધ જવાબદારીઓ સોંપાઈ ગઈ છે અને તે જ પ્રમાણે હાલ ગુજરાત સંઘ કામ કરી રહ્યું છે.

READ  ગોરખપુરમાં ગર્જના કરશે ગુજરાતના સિંહ, ઝુ એનીમલ એકસચેન્જ હેઠળ મોકલવાની તૈયારી

આ અંગે ગુજરાત RSS પ્રાંત અધિકારી વિજય ઠાકરનું કહેવું છે,

“2014માં પણ અમે મતદાર જાગૃતિ અભિયાન ચલાવ્યું બતું અને આ લોકસભામાં ભાજપ 26 બેઠકો પર જીત મેળવી લે તેની અમારી ઈચ્છા છે. અમે હંમેશાં રાષ્ટ્રવાદ માટે કામ કરીએ છીએ અને હાલ એ દિશામાં જ અમારી કામગીરી ચાલી રહી છે.”

[yop_poll id=1308]

READ  અમદાવાદમાં એક માત્ર રાત્રી દરમિયાન ધમધમતું માણેકચોક આવતીકાલથી રહેશે બંધ

ડોનાલ્ડ ટ્રમ્પના જીવન અંગેની રોચક વાતો

FB Comments