VIDEO: હવે RSS શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે, ફેબ્રુઆરી 2020માં અમદાવાદમાં યોજાશે

આગામી વર્ષે અમદાવાદમાં શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. ફેબ્રુઆરી માસમાં યોજાનારા આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટા ફિલ્મ કલાકારો પણ હાજરી આપે તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાષ્ટ્રીયતા અને સામાજિક સેવામાં અગ્રેસર રહેતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) હવે અન્ય આયામોમાં સક્રિય થઈ રહ્યું છે, કેમ કે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં જે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યોજાવાનો છે. તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજવામાં આવી રહ્યો છે. યુવાનોના ટેલેન્ટને યોગ્ય મંચ મળી રહે તેવા હેતુસર સંઘ અમદાવાદમાં આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ યોજવા જઈ રહ્યું છે.

READ  અમદાવાદમાં RSSના નેજા હેઠળ મૂળ રાજપૂતોની ઘરવાપસી, શું મોલેસલામ સાથે રોટી-બેટીનો સબંધ શરૂ થશે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શોર્ટ ફિલ્મ ટૂંકા સમયમાં એક પ્રભાવિ સંદેશને લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ છે. ત્યારે 2020માં યોજાનારા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં 11 અલગ અલગ વિષય પર આધારીત શોર્ટ ફિલ્મ જોવા મળશે. જેમા શૌર્ય, રાષ્ટ્રીય સુરક્ષા, ભારતીય સંસ્કૃતિ સહિતના વિષયોનો સમાવેશ થાય છે.

READ  VIDEO: અમદાવાદમાં RSSનો 2 દિવસીય સમન્વય વર્ગ, સંઘની 40 ભગીની સંસ્થાના પ્રમુખોની હાજરી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તાજેતરમાં જ ડિરેક્ટર સુભાષ ઘાઈએ આ અંગેની વેબસાઈટનું લોન્ચિંગ કર્યું હતું. ત્યારે બોલીવૂડ કલાકારો પણ આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ શકે છે. ફિલ્મ એ લોકો સુધી પહોંચવાનું એક પ્રભાવી માધ્યમ છે. ત્યારે RSS દ્વારા પણ દર 2 વર્ષે ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવે છે. આ વખતે અમદાવાદમાં આ ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે. ત્યારે આ વખતે 1200 જેટલી શોર્ટફિલ્મ આ ફેસ્ટિવલમાં ભાગ લે તેવો અંદાજ છે.

READ  PM Narendra Modi on a two-day Gujarat visit from tomorrow - Tv9 Gujarati

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO

FB Comments