નાગરિકતા સુધારા કાયદાની ગેરસમજ થશે દુર, RSS કરશે ડોર ટૂ ડોર અભિયાન

rss will spread awareness about citizenship amendment act citizenship amendment act ni garsamaj thase dur RSS karse door to door abhiyan

દેશભરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધની વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)એ શુક્રવારે દિલ્હીના કનોટ પ્લેસમાં જાગરૂકતા કાર્યક્રમ આયોજિત કર્યો. RSSએ લોકોની વચ્ચે આ નવા નાગરિકતા કાયદા વિશે જાગરૂકતા ફેલાવવાની વાત કરી છે.

Image result for rss door to door

 

RSS દિલ્હી ચેપ્ટરના પ્રમુખ ભરત શર્માએ કહ્યું કે અમે ત્રણ-ચાર દિવસમાં દેશમાં સુમેળ અને શાંતિ ફરીથી સ્થાપિત કરીશું. અમે તમામ ઘરે-ઘરે (ડોર ટૂ ડોર) જઈશું. અમારા RSSના એક-એક કાર્યકર્તા નાગરિકતા સુધારા કાયદા વિશે ઓછામાં ઓછા 10 લોકોને બતાવશે અને આ અધિનિયમ વિશે ફેલાયેલી ભ્રમણાને દુર કરીશું. યુવાઓ સુધી પહોંચવા માટે પણ એક અભિયાન શરૂ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સરકારનો મોટો નિર્ણય,હવે VIP સુરક્ષામાં નહી જોવા મળે બ્લેક કેટ કમાન્ડો, સરકારે હટાવ્યું NSG કવચ

આ દરમિયાન ‘ભારત માતાની જય’ના નારા લગાવવામાં આવ્યા અને કનોટ પ્લેસની અંદર સર્કલમાં જાગરૂકતા માટે માર્ચ પણ કાઢી હતી. એક RSS કાર્યકર્તાએ જણાવ્યું કે લોકોને પહેલા સમજવું જોઈએ કે CAA શું છે. આ અધિનિયમમાં કોઈ પણ ભારતીય નાગરિકની વિરૂદ્ધ કઈ પણ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રોહિત શર્મા સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે વધુ એક રેકોર્ડ બનાવવા માટે સક્ષમ, તોડી શકે છે આ 2 ધુરંધર ક્રિકેટરના રેકોર્ડ

 

 

આ પ્રદર્શનને ‘નાગરિક માર્ચ’ તરીકે રજૂ કરવામાં આવ્યું. આ ઔપચારિક રીતથી કોઈ સંગઠન કે સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવ્યું નહતું. તેમાં દિલ્હી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘ (DUSU) અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સભ્યોએ પણ ભાગ લીધો. તે દરમિયાન CAAની સાચી જાણકારીવાળા પોસ્ટર પણ વહેંચવામાં આવ્યા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાકિસ્તાનમાં તબાહી: રસ્તાઓ ફાટ્યા, ઈમારતો ડગમગી, 6.1ની તીવ્રતાના ભૂકંપથી 15 લોકોના મોત અને 150થી વધુ ઘાયલ

 

Oops, something went wrong.
FB Comments