RTO તંત્ર હરકતમાં, પ્રવાસમાં અકસ્માત અટકાવવા શરૂ કરી કવાયત

RTO hold meeting with tour operators

અમદાવાદના નારોલ વિસ્તારની સ્કૂલની પ્રવાસે ગયેલી બસને અકસ્માત નડ્યા બાદ અમદાવાદ RTO તંત્ર હરકતમાં આવ્યું છે..અકસ્માત સર્જાયા બાદ RTO અધિકારીએ અમદાવાદ શહેર બસ ઓપરેટર્સ સાથે મિટિંગ યોજી હતી. મીટિંગમાં તમામ ટુર ઓપરેટર્સ તેમજ બસ ઓપરેટર્સને RTOના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપવામાં આવ્યો.

Ahmedabad RTO

અમદાવાદ આરટીઓમાં યોજાયેલી મીટિંગમાં 25 જેટલા બસ ઓપરેટર્સ હાજર રહ્યા હતા. નિયમ કરતા વધુ મુસાફરોને બેસાડનાર બસ ઓપરેટર્સ સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી હતી. ભંગાર થઈ ગયેલા તેમજ બિનવપરાશ થતા વાહનોના રજીસ્ટ્રેશન વાહન મલિક દ્વારા રદ કરવા માટે પણ RTO અધિકારીએ તાકીદ કરી છે.

READ  Youth stabbed to death in Kadi, family refused to accept dead body - Tv9 Gujarati

બસ ઓપરેટર્સ અને આરટીઓ અધિકારી વચ્ચે યોજાયેલી મીટિંગમાં બસ ઓપરેટર્સ દ્વારા આરટીઓ અધિકારીને કેટલાક સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં પરમીટ વાળી બસો માટે ચૂકવવો પડતો માસિક વેરાનો દર વધારે છે જેને ઉચ્ચક કરવાથી બસ ઑપરેટર્સ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

[yop_poll id=353]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

EC issues clarification after viral messages says Application has no link with NRC | Tv9GujaratiNews

FB Comments