રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભા બની તોફાની…ભાજપના એક કોર્પોરેટરના નિવેદનથી થયો સંગ્રામ

Ruckus in RMC board meeting over govt offices' property tax dues, Rajkot

રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભા તોફાની બની ગઈ. ભાજપના એક કોર્પોરેટરના નિવેદનથી સંગ્રામ એવો મચી ગયો કે ભાજપ-કૉંગ્રેસના કોર્પોરેટરો સામસામે આવી ગયા. અને એકબીજા પર કર્યા આક્ષેપ. વાત જાણે એમ હતી કે કોર્પોરેશનમાં બજેટને લઈ ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ભાજપના કોર્પોરેટર કશ્યપ શુક્લા અને કૉંગ્રેસના કોર્પોરેટર જાગૃતિ ડાંગર વચ્ચે ઉગ્ર વાકયુદ્ધ શરૂ થયું. આક્ષેપ એવો છે કે, આ ચર્ચા દરમિયાન કશ્યપ શુક્લાએ જાગૃતિ ડાંગરને કહી દીધું કે ‘બજેટ તો દૂર.. તમારું ઘરમાં ચાલે છે?’ આ નિવેદનને લઈ ભારે સંગ્રામ મચી ગયો.

READ  Seva Kendra offers massage to hundreds of Dakor pilgrims, Nadiad - Tv9 Gujarati

આ પણ વાંચોઃ પાટણની HUGU દ્વારા લેવાયેલી પરીક્ષામાં કોપી કેસના મામલે સત્તાધીશોએ કર્યો આ નિર્ણય

મહિલા કૉંગ્રેસે તો રાજ્યભરમાં કશ્યપ શુક્લાનો વિરોધ દર્શાવવાની પણ જાહેરાત કરી દીધી. તો બીજીતરફ શુક્લાએ મહિલા કોર્પોરેટના આક્ષેપોને ફગાવી દીધા. શુક્લાએ કહ્યું કે- તેમણે એવું કંઈ કહ્યું જ નથી કે જેના કારણે વિવાદ ઉભો થાય.

READ  OBC quota: No progress in meeting between Patel leaders, Gujarat government - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments