સાવધાન! જો તમે Truecaller એપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, માર્કેટમાં વેચાઈ રહ્યો છે તમારો પર્સનલ ડેટા

Truecaller ભારતમાં ખુબ પ્રચલીત એપ્લિકેશન છે. અને કદાચ તમે પણ તેનો ઉપયોગ કરતા હશો. પરંતુ એક રીપોર્ટ પ્રમાણે Truecallerના યુઝર્સનો ડેટા ડાર્ક વેબસાઈટો પર વેચવામાં આવી રહ્યોં છે. આ ડેટામાં યુઝરનું નામ. ઈમેલ એડ્રેસ અને ફોન નંબર શામેલ છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં Truecallerનો ડેટા લીક કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં પણ ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ દેખાશે લાઈવ, ભારત સરકાર દ્રારા કરાઈ છે આ શહેરમાં ખાસ વ્યવસ્થા

આ રિપોર્ટ એક સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ દ્વારા ખાનગી સંસ્થાને આપવામાં આવ્યો છે. આ સાઈબર એક્સપર્ટ ડાર્ક વેબમાં ચાલતી દરેક પ્રકારની પ્રક્રિયા પર નજર રાખે છે. જાણીને આશ્ચર્ય થશે કે Truecallerના લગભગ 14 કરોડ યુઝર્સમાંથી લગભગ 60% ભારતીય યુઝર્સ છે. એક્સપર્ટે કહ્યું હતુ કે ભારતીય યુઝરનો આ ડેટા 2000 યુરો એટલે કે 1.5 લાખમાં વેચાઈ રહ્યો છે જ્યારે બીજા તમામ દેશના ગ્લોબલ યુઝર્સનો ડેટા 25000 ડોલર એટલે કે 20 લાખમાં વેચાઈ છે.

READ  VIDEO: મુંબઇમાં પડી રહેલા ભારે વરસાદને કારણે આ ટ્રેન અને વિમાન સેવા રદ કરવામાં આવી

Truecallerના એક પ્રવક્તાએ જણાવ્યું હતુ કે ” અમને પણ હમણાં જ આ વિષયમાં જાણકારી મળી છે કે કેટલાક યુઝર્સ પોતાના એકાઉંન્ટ સાથે છેડછાડ કરી રહ્યાં છે. આ બાબતે કંપની પુષ્ટિ કરી શકે છે કે કોઈ સંવેદનશીલ માહિતી નથી લીક થઈ, ખાસ કરીને પેમેન્ટ અને આર્થિક માહિતીઓ.

 

એક્સપર્ટના રહેવા પ્રમાણે આ પહેલી વખત નથી થયું કે Truecallerના ડેટા ડાર્ક વેબમાં વહેચાઈ રહ્યાં હોય. આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની છે. Truecallerનો આટલા મોટા પ્રમાણમાં ડેટાબેઝ બ્રીચ કરીને ભેગો કરી શકાય છે. મહત્વની વાત એ છે કે Truecaller દ્વારા પેમેન્ટ સંબધિત સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.

READ  ભારતના વિદ્યાર્થીએ દૂર કરી WhatsAppની સમસ્યા, ઈનામ આપીને કરાયું સન્માન

 

NRIs all set to accord grand welcome to PM Modi in Houston , USA | Tv9GujaratiNews

FB Comments