કથિત ખાતર સ્કેમ મુદ્દે વિજય રૂપાણીએ આપ્યું અનોખું કારણ, આ કોઈ કૌભાંડ નથી પણ ભેજ ચુસાતા વજન ઘટી ગયું

ખાતરની થેલીઓમાં જોવા મળેલી ઘટ મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રતિક્રિયા આપી. મુખ્યપ્રધાને કહ્યું કે 50 કિલો ખાતરની થેલીમાં અઢીસો ગ્રામ જેટલી ઘટ સામે આવી છે. આ કોઈ કૌભાંડ નથી પરંતુ ભેજ ચુસાતા વજન ઘટ્યું હોવાની આશંકા છે. આ ઉપરાંત ખાતરની બેગ ભરાય છે તે ઓટોમેટિક મશીનમાં કોઈ ગરબડ છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે.

READ  ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીઃ ક્રોસ વોટિંગ અને રાજીનામા બાદ CM રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસથી કંટાળી ગયા છે

આ પણ વાંચોઃ કાશ્મીરમાં આતંકી હુમલાની માહિતીઃ આ બે એરબેઝને એલર્ટ કરી દેવાયા, અગાઉ પઠાણકોર્ટમાં થયો હતો હુમલો

જેમાં ખાતરની બોરીઓનનું વજન કરવામાં આવતાં જેતપુરની જેમ અહીં પણ ખાતરની બોરીમાં વજન ઓછુ જણાયું હતું. જો કે કૌભાંડના ભણકારા વાગતાં જ ખેતીવાડી અધિકારીએ ડેપોમાં વેચાણ બંધ કરાવ્યું હતું અને સાથે જ ખાતરનો જે સ્ટોક હતો તેમાં પણ પંચકામ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ તો મગફળી કૌભાંડ બાદ ફરી એકવાર ખાતર કૌભાંડને લઈ રાજકોટ ચર્ચામાં આવ્યું છે.

 

FB Comments