VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયામાં ભવ્ય સ્વાગત, શિપ બિલ્ડિંગ કોમ્પલેક્સની મુલાકાત માટે જહાજની સવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રશિયામાં સ્વાગત કરાયા બાદ, તેમણે વ્લાદિમીર પૂતિન સાથે મુલાકાત કરી છે. પુતિને પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું. ત્યારબાદ તેઓ શિપ બિલ્ડિંગ કોમ્પલેક્સની મુલાકાત માટે એક જહાજમાં બેસીને રવાના થયા હતા. દ્રશ્યોમાં તમે મોદી અને પુતિનની દોસ્તીની આ તસવીરો જોઈ શકો છો. બંને દેશના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવા, સંબંધોને મજબૂત કરવા આ મુલાકાત ખૂબજ મહત્વની છે.

આ પણ વાંચોઃ PM મોદી બે દિવસ રશિયાની યાત્રા પર પહોંચ્યા, Twitter પર રશિયન ભાષામાં સંદેશો આપ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પીએમ મોદી વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વડાપ્રધાન મોદી રશિયામાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ અને બંને દેશો વચ્ચે 20મા વાર્ષિક સંમેલનમાં ભાગ લેશે. પીએમ મોદીને રાષ્ટ્રપતિ પુતિને વન ટુ વન ડિનર માટે પણ આમંત્રિત કર્યા છે. આ બંને દિગ્ગજ નેતાઓની મુલાકાતનો મુખ્ય મુદ્દો અસૉલ્ટ રાઇફલ અને હેલીકોપ્ટરનાં નિર્માણને લઇને થનારી ડીલનો છે. એક રિપોર્ટ અનુસાર બંને પક્ષો વચ્ચે આ ડીલને લઇને ઘણા અંતરે સહમતિ થઇ ચુકી છે અને બંને નેતાઓની વચ્ચે થનારી વાતચીતમાં આ કરાર માટે ડિલિવરીની તારીખ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ ભારતમાં ફાજલ પડેલા ભાગોનાં ઉત્પાદનનું કાર્ય શરૂ કરવાનાં કરાર પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  TV9 એજ્યુકેશન એક્સપોનું CM રૂપાણીના હસ્તે ઉદ્ધાટન, આગામી 2 દિવસ સુધી મુલાકાત દ્વારા મેળવી શકશો કારકિર્દીલક્ષી વિકલ્પોની જાણકારી

આ ઉપરાંત ભારતીય વાયુસેના માટે ઇંડો-રશિયન હેલીકોપ્ટર લિમિટેડ (IRHL) તરફથી હળવા હેલીકોપ્ટર માટેનો ઑર્ડર પણ ભારતનાં એજન્ડામાં છે. IRHLનું નિર્માણ 2015માં વડાપ્રધાન મોદીનાં રશિયા પ્રવાસ દરમિયાન એક કરાર દ્વારા કરવામાં આવ્યું હતુ. 20 હજાર કરોડ રૂપિયાની આ ડીલ ભારતમાં એક પ્રોડક્શન ચેન અને ટેકનિકલ ટ્રાન્સફર માટે કરવામાં આવશે. આના દ્વારા ભારતીય સેના અને ભારતીય વાયુસેનાનાં લગભગ 200 હેલીકોપ્ટરોનાં નિર્માણનું લક્ષ્ય છે.

READ  પાકિસ્તાની સેનાએ એર સ્ટ્રાઈકનો બનાવટી VIDEO કર્યો પોસ્ટ, ખોટા સાબિત થયા બાદ માગી માફી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જો કે ટેકનિકલ જાણકારીઓ અત્યારે હિંદુસ્તાન એયરોનૉટિક્સ લિમિટેડ (HAL)ની સાથે વહેંચવામાં આવી નથી જે આ ડીલનું મુખ્ય કૉન્ટ્રાક્ટર છે.. મળતી માહિતી મુજબ બંને પક્ષો ઇન્ડો રશિયન રાઇફલ્સ પ્રાઇવેટ લિમિટેડ (IRRPL) નામનાં જોઇન્ટ વેંચરની સ્થાપનાને લઇને પણ પોતાની વાતચીતને આગળ વધારી શકે છે. રક્ષા મંત્રાલય એક ટેંડરનાં નિર્માણ પર કામ કરી રહ્યું છે, જેમાં 6.71 લાખ રાઇફલ્સનાં નિર્માણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સાથે જ સરકાર ઈચ્છે છે કે આ હથિયારોમાં 100 ટકા દેશી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે.. કેમકે જોઇન્ટ વેંચર મિત્ર પાડોશી દેશોને પણ રાઇફલ્સની આયાત કરવા પર જોર આપશે.

FB Comments