સાબર ડેરીના ચેરમેન મહેશ પટેલનું રાજીનામું, જુઓ VIDEO

સાબર ડેરીના ચેરમેન પદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ચેરમેન પદ પરથી મહેશ પટેલે પોતાનું રાજીનામું આપી દીધુ છે. મહેશ પટેલે ડેરીના મેનેજિંગ ડાયરેક્ટરને પોતાનું રાજીનામું આપી કાર્યભાર સમેટી લીધો છે. સાબર ડેરીના ચેરમેન પદની ચૂંટણી માર્ચમાં યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા ડિરેક્ટરને બદલે પ્રતિનિધિ સભ્ય એવા મહેશ પટેલને ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જેને લઈ ડેરીમાં વિવાદ શરૂ થયો હતો અને હાઈકોર્ટમાં પણ ચેરમેન પદને પડકારવામાં આવ્યું હતું. જો કે કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ મહેશ પટેલે ચેરમેન પદ પરથી પોતાનું રાજીનામું ધરી દીધુ છે અને વાઈસ ચેરમેન જયંતિ પટેલને ચેરમેન તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. હવે 31 ઓગસ્ટના નિયામક મંડળીની સામાન્ય સભા યોજશે, તેમાં નવા ચેરમેન માટેની પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવશે.

READ  Maharashtra Chief Minister’s wife walks the ramp in New York Fashion Week - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા ચેતી જજો! થઈ રહી છે બાળકોની ઉઠાંતરી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: 'વાયુ' વાવાઝોડાના સંકટને લઈ તંત્ર દ્વારા આ તમામ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે

 

[yop_poll id=”1″]

FB Comments