સાબરડેરીની ચુંટણીમાં મોટા કદના નેતાઓએ ઉમેદવારી પરત ખેંચી, 10 ઉમેદવારોની ચૂંટણી નક્કી કરશે હવે ડેરીની કમાન!

સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડ રજ્જુ સમાન ગણાતી સાબરડેરીની સામાન્ય ચૂંટણી કોર્ટમાં ઢસડી જવાને લઇને છેલ્લા દોઢેક વર્ષથી ખોરંભે પડી હતી અને કસ્ટોડીયનની નિમણુંક થઇ હતી. બાદમાં કસ્ટોડીયન સમિતીની રચના કરાઇ હતી.

 

હવે ચુંટણી પ્રક્રીયા હાથ ધરાતા જ જાણે કે અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં જાણે કે લોકસભા પહેલા જ ચુંટણીનો ગરમાવો જામ્યો હતો. પરંતુ આ પહેલાં જ સાબરડેરીની છેલ્લી ટર્મના સત્તાધિશોના વર્તુળે આખરે ડેરી પર સત્તા ફરી હાથમાં લેવા રસ્તો સરળ કર્યો હતો એમ હવે બાર ડીરેકટરો બિનહરીફ જાહેર થયા છે. 16 ડીરેકટરો માટે થઇને સામાન્ય ચુંટણી યોજવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે ત્યારે મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાને લઇને 69 ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા હતા. ચુંટણીમાં કુલ 117 જેટલાં ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા પરંતુ સાબરડેરીની બિનહરીફ કરવા માટે સાબરડેરીના પ્રબળ દાવેદર જૂથે કમર કસવાની શરુઆત કરતા જ ઉમેદવારી પરત ખેંચી સમરસતાની સમજાવટ હાથ ધરી હતી.  વીએસ ચૌધરી ચુંટણી અધીકારી કહ્યું કે 117 જેટલા ઉમદેવારો ચુંટણીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં 79 માન્ય ફોર્મ રહ્યા હતા. ચાર જોનમાં 10 ઉમેદવારોની ચૂંટણી થશે બાકીના બધા બિનહરીફ થયાં છે

હવે માત્ર ચાર ઝોનની ચુંટણી પ્રકિયા હાથ ધરવામા આવશે અને એ માટે અરવલ્લી અને સાબરકાંઠાના તમામ 16 ઝોનના મતદારોએ મતદાન કરવુ પડશે. હવે તેઓ 16 મત આપવાને બદલે માત્ર ચાર મતો જ આપવા પડશે. ચાર ઝોનમાં ચુંટણી જોકે રસાકસી ભરી બની રહેશે કારણ કે હવે આ ચાર ઝોનમાંથી જે વિજેતા બનશે એ સાબરડેરીની સત્તા કોના હાથમાં સોંપાશે તે નક્કી કરશે. રાજ્ય જમીન વિકાસ બેંકના પુર્વ ચેરમેન અને જીલ્લા કૃષી બેંકના ચેરમેન કનુભાઇ પટેલ અને સાબરડેરીના પુર્વ ચેરમેન શામળભાઇ પટેલ પણ બિન હરીફ થયા છે અને તેઓ સત્તાની રમતના ધરી સમાન બની રહેશે. રાજકીય પ્રતિષ્ઠા સમાન પદ મેળવવા માટે સાબરકાંઠા સહકારી બેંકના વર્તમાન ચેરમેન મહેશ પટેલ અને હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા પણ સાબરડેરીની સત્તા પોતાના હાથમાં લેવાના આશય સાથે સાબરડેરીમાં ઝંપલાવ્યુ હતુ ત્યાં આજે તે બંને  નેતાઓએ પણ ઉમેદવારી પરત ખેંચી લેતા જ જાણે કે ચુંટણીનો જંગ મોટાભાગે સરળ બની ગયો હતો અને હરીફાઇનો અંત આવ્યો હતો. 

જોકે હવે ચાર ઝોનની ચુંટણી માટે હવે ગરમાવો પણ સત્તા મેળવવા માટેના દાવેદારો માટે હજુ પણ ચિંતાનો વિષય બની રહેશે કારણ કે બિનહરીફમાંથી કેટલા પોતાની પાસે રહેશે અને નવા વિજેતા બનનાર પોતાના વર્તુળ ના હશે કે કેમ તે વાતની ચિંતા ચુંટણીના પરીણામ સુધી સહકારી નેતાઓને પરેશાન કરી મુકશે.

[yop_poll id=1360]

READ  સાબરકાંઠા પંથકમાં લાંબા વિરામબાદ વરસાદી માહોલ જામ્યો, જુએ VIDEO
Oops, something went wrong.
FB Comments