સાબરમતી જેલમાં બેઠા બેઠા ગુનેગારો હથિયારોની પણ વ્યવસ્થા કરી આપે છે, ગોસ્વામી ગેંગને પીસ્તોલ અપાવનાર આરોપી આલોક વર્માની ધરપકડ

sabarmati jail ma betha betha gunegaro hathiyaro ni pan vayvastha kari aape che goswami gang ne pistol apavnar aaropi aalok varma ni dharpakad

સાબરમતી જેલમાંથી ચલાવવામાં આવતા ખંડણીના રેકેટ કેસમાં વધુ એક આરોપીની સાબરમતી જેલમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં ધરપકડનો કુલ આંકડો 8 પર પહોંચ્યો છે. આલોક વર્મા નામના આ આઠમા આરોપીએ જ વિશાલ ગેંગને પિસ્તોલની વ્યવસ્થા કરી આપી હતી.

સાબરમતી જેલમાં રહેલા સોનીઓ અને વેપારીઓને ફોન પર ધમકી આપતા વિશાલ ગોસ્વામી અને તેના અન્ય બે સાગરીતનો ટ્રાન્સફર વોરંટથી કબજો લીધા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આલોક વર્મા નામના વધુ એક આરોપીની સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. મૂળ અયોધ્યાના આલોક વર્માની મહેસાણાના લાંઘણજમાં થયેલી આંગડિયા લૂંટમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે સાબરમતી જેલમાં કેદ હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Green Delight Pasta & Paneer Cheese Bites - 5 Star Tadka

જેલમાં રહીને જ આલોક વર્માએ વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતને પિસ્તોલની વ્યવસ્થા કરી આપી હતી, હથિયારની વ્યવસ્થા કરી આપવાના આરોપસર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આલોક વર્માની ધરપકડ કરવામાં આવી હોવાનું ખંડણી રેકેટ કેસના તપાસ અધિકારી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ACP બી.વી.ગોહિલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: વાહનચોર વિશાલ ગોસ્વામી કેવી રીતે ખતરનાક ખંડણીખોર બન્યો અને પકડાયો, જાણો વિગત

 

ગુજસી ટોકનો ગુનો નોંધવા સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે પ્રથમ 4 આરોપીઓની ધરપકડ કરી હતી તે 4 આરોપીઓ દ્વારા બોપલના સોની વેપારીને ડરાવવા આ પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો,આવા કેટલા હથિયારોની વ્યવસ્થા આલોક વર્મા દ્વારા કરી આપવામાં આવી અને આ હથિયારોનો ક્યાં કેવો ઉપયોગ થયો તે અંગે વધુ પુછપરછ તથા તપાસ હવે કરવામાં આવશે. આલોક વર્માને કોર્ટમાં રજુ કરી તેના રિમાન્ડ માગવામાં આવી શકે છે.

READ  VIDEO: મોટેરા સ્ટેડિયમમાં મોંઘેરા મહેમાન ડોનાલડ ટ્રમ્પના આગમન માટે સુશોભિત કરેલો ગેટ તૂટી પડ્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વિશાલ ગોસ્વામી પાસેથી જેલમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જે ડાયરી મળી આવી હતી, તે ડાયરીમાંથી કોઈ વેપારીઓ કે સોનીઓના નંબરો નથી મળ્યા, પરંતુ જેલમાં ટીફીન પહોંચાડતા લોકો તથા અન્ય કેટલાક લોકોના નંબરો મળ્યા છે જે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે 23 મોબાઈલ FSLમાં મોકલ્યા છે.

READ 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તેના કોલ રેકોર્ડિંગ અને 7 આરોપીઓના વોઈસ સ્પેકટ્રો ગ્રાફીનો FSL રિપોર્ટ આવ્યા બાદ જ એ વાત પરથી પડદો ઉઠશે કે વિશાલ ગોસ્વામી અને તેની ગેંગના સાગરીતો દ્વારા અત્યાર સુધી કેટલા સોનીઓ કે વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવી હતી અને કેટલા વેપારીઓ તેના ટાર્ગેટ પર હતા.

Oops, something went wrong.
FB Comments