150મી ગાંધી જયંતી: સાબરમતી રેલવે સ્ટેશનના કર્મીઓએ વેસ્ટમાંથી બેસ્ટના સુત્ર સાથે રેલવેના ભંગારમાંથી અનોખી ‘ગાંધીજી’ની મૂર્તિ બનાવી

દેશભરમાં આજે મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાબરમતી રેલવે વિભાગ દ્વારા અલગ રીતે મહાત્મા ગાંધીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી છે. જેમાં રેલવે વિભાગ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટના સૂત્ર સાથે રેલવેના ભંગારમાંથી અનોખી મહાત્મા ગાંધીની મૂર્તિ બનાવી. આ મૂર્તિએ સાબરમતી રેલવે સ્ટેશન પર એક અનોખું આકર્ષણ ઉભુ કર્યું છે.

પશ્ચિમ રેલવેમાં દર વર્ષે મહાત્મા ગાંધીની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અધિકારીઓ દ્વારા કર્મીઓને કંઈક અલગ કરીને મહાત્મા ગાંધી જન્મ જયંતીની ઉજવણી કરવા માટે જણાવાયું. જેનાથી પ્રેરિત થઈને સાબરમતી રેલવે સ્ટેશનના કર્મીઓએ દર વર્ષની જેમ અલગ બનાવવાની ઈચ્છા સાથે રેલવેના ભંગારમાંથી મહાત્મા ગાંધીની મૂર્તિ બનાવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ મૂર્તિ બનાવતા રેલવે કર્મીને એક સપ્તાહનો સમય લાગ્યો. મહત્વનું છે કે ગત વર્ષે મેક ઈન ઈન્ડિયાની થીમ પર અને તે પહેલાં વિવિધ થીમ પર ભંગારમાંથી પ્રતિકૃતિ બનાવી હતી અને રેલવે મંત્રીએ બિરદાવી હતી. ત્યારે આ વર્ષે પણ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે રેલવે કર્મી દ્વારા મહાત્મા ગાંધીની મૂર્તિ બનાવવામાં આવી.

READ  Uttar Pradesh Assembly election first phase voting on 73 seats begins - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રેલવે ભંગારમાંથી બનાવવામાં આવેલી મૂર્તિમાં ઉપયોગ કરાયેલી વસ્તુની વાત કરીએ તો તેમાં રેલવેના પાટા, કનેકટિંગ રોલ, હેન્ડ બ્રેક ગિયર હેન્ડલ બ્રેક સાથે, ડ્રાઈવર સીટનો ગિયર, એકજેસ્ટ વાલ્વ કેરિયર લોકસીટ, હક વાઇસર, નટ અને બોલ્ટ, બફર હેન્ડલ, બોગી ફિલ્ટરના સળિયા, રેડિયેટર સ્ટેન્ડના પાઈપ, એકજોસ્ટ વાલ્વ, ટ્રકશન મોટર હક બોલ્ટ, સ્પ્રિંકલરની જાળી અને સ્પ્રિંગ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

READ  Ahmedabad: Food samples collected by health department of AMC found from garbage

આ વિવિધ વસ્તુ મળી કુલ 1.5 ટન જેટલા વજનની મહાત્મા ગાંધીની મૂર્તિ 6 કર્મીઓએ ભેગા મળી તૈયાર કરી છે. આ અનોખી મૂર્તિનું સાબરમતી રેલવે સ્ટેશન પર DRM દિપક ઝા દ્વારા અનાવરણ કરવામાં આવ્યું. જે અનાવરણ સાથે જ મૂર્તિ પાસે ફોટા ખેંચાવવા લોકોનો જમાવડો લાગ્યો હતો. તેમજ મુલાકાતીઓએ રેલવે કર્મીના આ અનોખા પ્રયત્નથી લોકો સુધી અલગ અને સારો મેસેજ પહોંચવાની પણ આશા વ્યક્ત કરી.

READ  આવકવેરાનું રીટર્ન ઈ ફાઈલ કર્યુ હોય પણ ITR-5 ના ભર્યું હોય, તો 30 સપ્ટેમ્બર સુધી ITR-5 ભરીને IT રીટર્ન રદ થતુ બચાવી શકાશે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192