વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચ પહેલા ક્રિકેટ દિગ્ગજ સચિન તેંડુલકરે કોહલીને આપી આ મોટી સલાહ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચ પહેલા પૂર્વ બેટસમેન સચિન તેંડુલકરે ટીમમાં ઘણાં ફેરફાર કરવાની સલાહ આપી છે. સચિને કહ્યું કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં ભૂવનેશ્વર કુમારને મોહમ્મદ શમીની જગ્યાએ લેવા જોઈએ. ભૂવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થવાને કારણે શમીને અફગાનિસ્તાન સામેની મેચમાં મેદાને ઉતાર્યા હતા અને શમીએ હેટ્રિક લીધી હતી.

sachin

તેંડુલકરે કહ્યું કે વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચમાં જો ભૂવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીમાંથી મારે કોઈ એકને પસંદ કરવાનો હોય તો હું ભૂવનેશ્વર કુમારને પસંદ કરીશ. ભૂવનેશ્વર કુમાર જો ફિટ છે તો તે ભારત માટે સારી વાત છે. સચિને કહ્યું કે ભૂવનેશ્વરની બોડી લેંગ્વેજ જોઈ છે, મને લાગે છે કે તેમનામાં આત્મવિશ્વાસ છે. ભૂવનેશ્વર કુમારને પાકિસ્તાન સામેની મેચમાં ઈજા થઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રવિવારે પણ રાજ્યમાં ગરમીનો પારો વધશે, અમદાવાદ-રાજકોટ સહિત ઘણાં સ્થાનો પર 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું

ભૂવનેશ્વરને પસંદ કરવા પાછળનું કારણ છે કે તે ક્રિસ ગેઈલની સામે બોલિંગ કરીને ગેઈલને અસહજ બનાવે છે. સચિને કહ્યું કે તેમની છેલ્લી ટેસ્ટ મેચમાં રમ્યા હતા. તેમાં કેવી રીતે ભૂવનેશ્વર કુમારની સામે ગેઈલ અસહજ હતો. હું જાણું છુ કે શમી માટે આ દુર્ભાગ્યપૂર્ણ હશે પણ મને લાગે છે કે આ મેચ માટે ભૂવનેશ્વર કુમારને લેવા જોઈએ.

READ  IND vs ENG: આજે સમગ્ર પાકિસ્તાન પણ ભારતની જીત માટે કરશે પ્રાર્થના!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: VIDEO: AMCની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી, શહેરમાં 4 ઈંચ વરસાદમાં જ 28 ભૂવા પડ્યા

 

Top 9 Metro News Of The Day : 07-04-2020 | Tv9GujaratiNews

FB Comments