જેણે ઘરેથી ભાગીને કર્યા હતા લગ્ન.. તે આજે છે આ રાજ્યના Dy.CM, જાણો ‘અજબ’ મંત્રીની ‘ગજબ’ પ્રેમ કહાની

રાજસ્થાનની ટોંક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી, જીતેલા ઉમેદવાર સચિન પાયલટના નામની હાલ રાજસ્થાનના નાયબ મુખ્યપ્રધાન તરીકેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. રાજસ્થાનમાં કોંગ્રેસની જીત માટે સચિન પાયલટની ચારેકોર વાહવાહી થઈ રહી છે ત્યારે આ યુવા રાજકારણી ફરી ચર્ચામાં છે. પરંતુ ખૂબ ઓછા લોકોને ખબર હશે કે સચિન પાયલટની રાજકીય સફર જેટલી રસપ્રદ રહી છે, તેટલી જ તેમની લવ સ્ટોરી પણ ચર્ચામાં રહી ચૂકી છે. 

સચિન પાયલટે સારા અબ્દુલ્લાહ સાથે 15 જાન્યુઆરી, 2004ના રોજ લગ્ન કર્યાં. સારાહ અબ્દુલ્લાહ જમ્મૂ-કશ્મીરના મુખ્યમંત્રી રહી ચૂકેલા ફારૂખ અબ્દુલ્લાહના દીકરી તેમજ ઓમર અબ્દુલ્લાહની બહેન છે.

Sara Pilot with brother Omar Abdullah
Sara Pilot with brother Omar Abdullah

USમાં થઈ હતી મુલાકાત

સચિન પાયલટ અને સારા અબ્દુલ્લાહની લવ સ્ટોરીની શરૂઆત USથી થઈ હતી. તે બંને ત્યાં જ ભણતા હતા અને એક ફેમિલી ફંક્શનમાં બંને પહેલી વખત મળ્યા અને દોસ્તી થઈ ગઈ. ભણવાનું પતાવીને સચિન દિલ્હી પરત આવી ગયા હતા અને સારાહનું હજી પણ વિદેશમાં ભણવાનું ચાલુ હતું. બંને વચ્ચે સાત સમંદરનું અંતર હોવા છતાં લાંબી લાંબી વાતો કર્યા કરતા. લગભગ 3 વર્ષની ડેટિંગ બાદ સચિન અને સારાહે એકબીજા સાથે લગ્ન કરી લીધા. એક ઈન્ટરવ્યૂમાં સારાએ પણ જણાવ્યું છે કે તે બંનેના લગ્ન બિલકુલ સરળ નહોતા. બંને પરિવારોમાં ઘણાં આંસૂ વહ્યાં હતા. કાશ્મીરમાં આ બંનેના લગ્નનો ખૂબ વિરોધ થયો હતો.

ફારૂખ અબ્દુલ્લાએ લગ્ન બાદ જમાઈને સ્વીકાર્યા

સચિન પાયલટે લગ્ન પહેલા રાજકારણમાં આવવા અંગે કંઈ નહોતું વિચાર્યું. પરંતુ પિતા રાજેશ પાયલટની મોત બાદ તેમણે રાજકારણમાં ઝંપલાવ્યું પડ્યું. સારાહ સાથે લગ્ન કરવાના થોડા મહિના બાદ જ સચિને રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું. માત્ર 26 વર્ષની ઉંમરમાં જ સચિને 2004ની લોકસભાની ચૂંટણીમાં દૌસાથી જીત હાંસલ કરી. થોડા મહિનાઓ બાદ સચિન-સારાના લગ્નનો વિરોધ કરનારા ફારૂખ અબ્દુલ્લાએ પણ સચિનને પોતાના જમાઈના રૂપમાં સ્વીકારી લીધા.

આ પણ વાંચો: જાણો છો નીતા-મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી ક્યાં બનેલી બંગડીઓ પહેરે છે? કોણ છે આ બંગડીઓનો ડિઝાઈનર?

અબ્દુલ્લા પરિવારમાંથી લગ્નમાં કોઈએ હાજરી ન આપી

તમને જાણીને ખૂબ નવાઈ લાગશે પરંતુ સચિન-સારાના લગ્નમાં અબ્દુલ્લા પરિવારના કોઈ સભ્યએ હાજરી ન આપી. હિંદૂ અને મુસ્લિમ પરિવાર વચ્ચેની ધર્મની દિવાલ બંનેના પ્રેમની વચ્ચે આવી રહી હતી.

 

 

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

 

Sara Pilot with sons
Sara Pilot with sons

સમાજસેવિકા છે સચિન પાયલટના પત્ની સારા

  • વિધાનસભા ચૂંટણી, 2018માં દાખલ કરેલા પોતાના સોગંદનામામાં સચિને પોતાને એગ્રિકલ્ચરિસ્ટ તેમજ પત્ની સારાને સમાજસેવિકા દર્શાવી છે. અને પોતાની કુલ સંપત્તિ રૂપિયા 6 કરોડથી વધુ દર્શાવી છે.
  • ADR પ્રમાણે સારા સમાજસેવા દ્વારા વાર્ષિક રૂપિયા 14 લાખથી વધુ કમાય છે જ્યારે કે તેના પતિની આવક લગભગ રૂપિયા 9 લાખ છે.
  • તેમના બે દીકરાઓ છે- આરન અને વિહાન પાયલટ. 
  • સારા હઠ અને વિન્યાસ યોગની ટ્રેન્ડ ઈન્સ્ટ્રક્ટર છે. 

[yop_poll id=241]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Examination of Ahmed Patel in Guj HC: Phone of P.Chidambaram rings during court proceedings| TV9News

FB Comments

TV9 Web Desk3

Read Previous

ટીવી એન્કરનું બાલ્કનીમાંથી નીચે પડીને શંકાસ્પદ મોત, સાથી એન્કર પણ ફ્લેટમાં હતો હાજર!

Read Next

ગુજરાતના 38 લાખ વિદ્યાર્થીઓને લગતો રાજ્ય સરકારનો નિર્ણય, ધો.3થી 8ના બાળકોના વાલીઓએ ખાસ જોવા જેવો VIDEO

WhatsApp પર સમાચાર