માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ‘લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ’ એવોર્ડથી કરાયા સન્માનિત

sachin-tendulkar-2011-world-cup-best-laureus-sporting-moment

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડ 2000-2020થી સન્માનિત કરાયા છે. વર્ષ 2011માં ભારતે વર્લ્ડ કપ જીત્યા બાદ સચિન તેંડુલકરને સૌ કોઈએ ખુશીમાં પોતાના ખભ્ભે બેસાડીને મેદાનની ચક્કર લગાવી હતી. જેને છેલ્લા 20 વર્ષમાં લૉરિયસ સર્વશ્રેષ્ઠ રમતની ક્ષણ માનવામાં આવી છે. ભારતીય ક્રિકેટ સમર્થકોની સાથે સચિનને વિજેતા બનાવવા સૌથી વધુ વોટ મળ્યા હતા.

READ  ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમને 'વાઈટવોશ' કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે

https://twitter.com/ICC/status/1229556778834309121?s=20

પોતાનો છઠ્ઠો અને છેલ્લા વર્લ્ડ કપમાં જીત મેળવવાનું સપનું 2011માં પૂરુ થયું હતું. જ્યારે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન કુલસેકરાના બોલ પર છક્કા સાથે ટીમને વિજય અપાવી હતી. ધોનીએ 79 બોલમાં 91 રન બનાવ્યા હતા.

https://twitter.com/BCCI/status/1112958915778674695?s=20

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments