VIDEO : સચિને ફેંકી એક CHALLENGE અને શહીદોના પરિવારો માટે ગણતરીની કલાકોમાં એકઠા થઈ ગયા 1500000 રૂપિયા, જુઓ સચિને આ માટે આવુ તે શું કર્યું ?

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની મદદ કરવા માટે સૌ કોઈ પોત-પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને આવો જ એક પ્રયત્ન સચિન તેંદુલકરે કર્યો છે.

 

ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદલુકરે ગઈકાલે એક એવી ચૅલેંજ કરી કે જેના વડે તેમણે કલાકોમાં 15 લાખ રૂપિયા એકઠા કરી લીધા અને આ રકમ શહીદોના પરિજનો માટે અર્પિત કરી દીધી.

READ  VIDEO: ભાજપના યુવા મોરચામાંથી સસ્પેન્ડ થયા બાદ વિક્કીને થયું બ્રહ્મજ્ઞાન, PI સહિતના અધિકારીઓને આપી હતી ગાળો

આઈડીબીઆઈ ફેડરલ લાઇફ ઇંશ્યોરંસ નવી દિલ્હી મૅરેથોનમાં સચિને હજારો દોડવીરો સાથે ભાગ લીધો. જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમમાં કુલ ચાર રેસો યોજાઈ, પરંતુ સચિને દરેક રેસ શરુ થતા પહેલા કીપમૂવિંગ પુશ-અપ્સ ચૅલેંજ કરી. આ ચૅલેંજ હેઠળ સચિને 10 પુશ-અપ્સ કર્યા અને દોડવીરને તેમની સાથે જોડાવા માટે ચૅલેંજ કરી.

સચિન તેંદુલકરે જણાવ્યું, ‘અહીંથી જે પણ રકમ મળશે, તેને કોઈ સારા કાર્ય માટે દાન કરવામાં આવશે. તેને શહીદોના પરિવારોને આપવામાં આવશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ લાગણીઓને સમજો છો અને અમે આશા કરીએ છીએ કે આપ સૌ આ અભિયાનમાં અમારો સાથ આપશો.’

[yop_poll id=1774]

READ  ઈન્ડિયન આર્મીને ફરી મળશે એ જાણીતી જુની ગાડી, મારૂતિ કરશે અલગથી નિર્માણ

No more 'Gully Cricket', police using drone cameras to keep eye on people gathering inside societies

FB Comments