જાણો સચિન તેંડુલકરે પોતાની પહેલી દાઢી કોની પાસે કરાવી અને સોશિયલ મીડિયા પર લખ્યું ‘તૂટ્યો નવો રેકોર્ડ’

ભારતમાં જેમને ક્રિકેટના ભગવાન કહીને લોકો બોલાવે છે તે સચિન તેંડુલકર પોતાનો એક નવો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને પોતાની આખી જિંદગીમાં પહેલીવાર કોઈની પાસે દાઢી કરાવી છે અને તેના વિશે જાણીને પણ નવાઈ લાગશે.

સચિન તેંડુલકર પોતાના ક્રિકેટના રેકોર્ડ માટે મશહૂર છે અને હવે તેની પોતાની રિયલ જિંદગીમાં એક નવો રેકોર્ડ સર્જી દીધો છે. સચિને પોતાની પહેલી દાઢી અન્ય કોઈ વ્યક્તિ પાસે કરાવી છે તે મહિલા છે. ઉત્તર પ્રદેશના બનવારી તોલા ગામની બે મહિલાઓ નેહા અને જ્યોતિ પોતાના પિતા બિમાર હોવાથી વાણંદનું કામ કરે છે. શરુઆતમાં તેમની પાસે કોઈપણ આવતું નથી પણ સચિને પણ સ્ત્રી-પુરુષને લઈને ભેદભાવો તોડવા માટે આ બે મહિલાઓ પાસે પોતાની પહેલી દાઢી કરાવી છે.

 

 

એક ખાનગી કંપનીની જાહેરાતમાં આ વીડિયો બતાવવામાં આવી રહ્યો છે અને સચિને પણ પોતાના ઓફિશીયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને પોસ્ટ કર્યો છે. સચિને વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે કદાચ તમને નહીં ખબર હોય પણ મેં ક્યારેય કોઈની પાસે મારી દાઢી નથી કરાવી. આજે આ રેકોર્ડ પણ તૂટી ગયો. આ મહિલાઓને મળવું તે સમ્માનની વાત છે.

આ પણ વાંચો: શ્રીલંકાની સેનાનો દાવો, 8 સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરનારા આતંકવાદીઓએ ભારતના આ 2 રાજ્યમાં ટ્રેનિંગ લીધી હતી

 

Coronavirus : Police keeping eye on lockdown violators through drone, Ahmedabad

FB Comments
READ  ગૌતમ ગંભીરે આજે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે આ અગાઉ ક્યા ક્રિકેટરોએ રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે અને હાલ તેમની શું છે સ્થિતિ ?