અફગાનિસ્તાન વિરૂદ્ધ મેચને લઈને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આ બે ખેલાડીઓની કરી આલોચના

ક્રિકેટના ભગવાન અને દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરે અફગાનિસ્તાનની સામે વિશ્વ કપમાં ભારતના મિડલ ઓર્ડરની ધીમી બેટિંગ પર નારાજગી વ્યકત કરી છે. સચિને કહ્યું કે સાઉથેમ્પટનમાં રમાયેલી આ મેચમાં કેદાર જાધવ અને ધોની વચ્ચેની જે ભાગીદારી થઈ, તે ખુબ જ ધીમી રહી હતી.

dhoni and jadhav

ધોનીએ આ મેચમાં 52 બોલ પર 3 ફોરની મદદથી 28 રન બનાવ્યા. ભારતે આ મેચમાં 50 ઓવરમાં માત્ર 224 રન બનાવ્યા હતા પણ ભારતીય બોલર્સે અફગાનિસ્તાનની ટીમને 49.5 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ કરી દીધા અને વિરાટ સેનાને 11 રનથી જીત મળી હતી. ભારત માટે કેપ્ટન કોહલીએ 67 રન બનાવ્યા અને કેદાર જાધવે 52 રન બનાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કેવી રીતે અને કઈ કંપની બનાવે છે મહેન્દ્રસિંહ ધોનીના સ્પેશિયલ ગ્લવ્ઝ?

સચિને વધુમાં નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે કેદાર જાધવ અને ધોનીની વચ્ચે થયેલી ભાગીદારીથી હું નારાજ છું. જે ભાગીદારી બંનેની વચ્ચે થઈ, તે ખુબ જ ધીમી રહી, 34 ઓવર સ્પિન બોલિંગનો સામનો કર્યો પણ માત્ર 119 રન બનાવી શક્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ‘હિટમૅન’ અને ‘ગબ્બર’ની મૅચ વિનિંગ ઇનિંગે આ ભારતીય દિગ્ગજ ઓપનિંગ જોડીનો પણ તોડ્યો રેકૉર્ડ

 

 

જાધવ અને ધોનીએ 5મી વિકેટ માટે 84 બોલ પર 57 રન બનાવ્યા. સચિને કહ્યું કે વિરાટ કોહલી 38મી ઓવરમાં આઉટ થયા, ત્યારબાદ 45મી ઓવર સુધી વધારે રન બન્યા નથી. મિડલ ઓર્ડર બેટસમેનને આ પહેલા ટૂર્નામેન્ટમાં વધારે તક મળી નથી. તેનાથી તેમની પર દબાણ વધ્યુ પણ ઈચ્છાશક્તિ થોડી સારી થઈ શકતી હતી. ધોની અને જાધવ બંને ખેલાડીઓ રનરેટ મુજબ રમી શક્યા નહી, જેની જરૂરિયાત હતી.

READ  ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન કેમેરા પર દુનિયાની સામે છોકરાએ છોકરીને કરી દીધુ Propose, છોકરીએ શું કર્યુ? જુઓ VIDEO

આ પણ વાંચો: ATM અને બેન્ક એકાઉન્ટ નંબર વગર પણ મોબાઈલ SIM કાર્ડથી તમને ચૂનો લાગી શકે છે, બચવા માટેની જાણો આ ટેક્નિક

 

Ahmedabad: Demonetized notes being sold online by Chinese company, complaint filed | TV9News

FB Comments