ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે સચિન તેંડુલકરે ભારતીય ટીમને આપી મોટી ચેતવણી

વિશ્વ કપમાં ભારતીય ટીમે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શાનદાર શરૂઆત કરી છે. હવે ભારતીય ટીમની બીજી મેચ ઓવલમાં ઓસ્ટ્રેલિયાની સામે રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ જે રીતે રમી રહી છે. તેને જોઈને લાગી રહ્યું છે કે ભારતીય ટીમ માટે ઓસ્ટ્રેલિયાને હરાવવું આસાન નહી હોય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  ભારતીય ટીમ માટે ખુશખબરી, વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા આ સલામી બેટસમેન થઈ ગયો ફિટ

ઓસ્ટ્રેલિયાની ટીમને લઈને ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે ભારતને સાવધાન રહેવા માટે ચેતવણી આપી છે. તેમને કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામેની મેચ ભારત માટે સરળ નહી હોય. ઓસ્ટ્રેલિયાની ટીમ આ વખતે ખુબ સંતુલિત છે અને સતત જીત મેળવવાને લીધે તેમનો આત્મવિશ્વાસ ખુબ ઉંચો છે.

 

સચિને જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમને ઓવલની પિચ ખુબ પસંદ આવશે કારણ કે આ પિચ પર બોલરને ફાયદો મળશે. સચિને એ પણ કહ્યું કે ભારતીય ટીમમાં એટલી ક્ષમતા છે કે તે ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવી શકે છે.

READ  ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું, વિશ્વ કપમાં ભારતીય ટીમની સતત બીજી જીત

આ પણ વાંચો: ગીરસોમનાથમાં વીજ કરંટથી દિપડાનું મોત, જુઓ VIDEO

ભારતીય ટીમે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને ટીમમાં આત્મવિશ્વાસ જરૂર વધ્યો છે. આ આત્મવિશ્વાસને ઓસ્ટ્રેલિયાની સામે જાળવી રાખવો પડશે. આ મુકાબલો ખુબ રસપ્રદ રહેશે, કારણ કે ટીમનું સંતુલન અને તેમનો આત્મવિશ્વાસ એક અલગ લેવલ પર છે.

 

Aaditya Thackeray slams Devendra Fadnavis for bangles remark, demands apology

FB Comments