ફરી ક્રિકેટના મેદાન પર જોવા મળશે યુવરાજસિંહ અને વસીમ અકરમ, સચિન તેંડુલકર હશે ટીમના કોચ

sachin tendulkar will be coach in bushfire cricket bash australia fari cricket na medan par jova malse Yuvrajsingh ane vasim akram sachin tendulkar hase team na coach

વિશ્વ કપ વિજેતા ટીમના સભ્ય રહી ચૂકેલા પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર યુવરાજસિંહ અને પાકિસ્તાનના દિગ્ગજ ફાસ્ટ બોલર વસીમ અકરમ બુશફાયર ક્રિકેટ બેશ મેચમાં સાથે રમશે. રસપ્રદ વાત એ છે કે સચિન તેંડુલકર આ મેચમાં એક ટીમના કોચ હશે.

 

READ  મહિલા પહેલવાન વિનેશ ફોગાટે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભયાનક આગથી પ્રભાવિત લોકોની મદદ કરવાના ઉદ્દેશ્યથી ભંડોળ એકત્ર કરવા માટે 8 ફેબ્રુઆરીએ એક ચેરિટી ક્રિકેટ મેચ રમાશે. એક અહેવાલ મુજબ અકરમ અને યુવરાજ સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ સલામી બેટ્સમેન જસ્ટિન લેંગર અને મેથ્યૂ હેડને પણ આ મેચમાં રમવાની પુષ્ટિ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નોકરીયાત વર્ગ માટે ખાસ ખબર! PPFથી પહેલા થશે પૈસા ડબલ!

ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર શેન વોર્ન અને પોન્ટિંગ એક માત્ર ચેરિટી મેચમાં ટીમનું નેતૃત્વ કરશે અને આ મેચને ‘ઓલ-સ્ટાર ટી-20 મેચ’ નામ આપવામાં આવ્યું છે. સચિન તેંડુલકરને બુશફાયર ક્રિકેટ બેશ મેચ પોન્ટિંગ ઈલેવનની ટીમના કોચ બનાવવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભરૂચવાસીઓ રહો સાવધાન! ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ભયજનક, જુઓ VIDEO

 

 

ત્યારે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ફાસ્ટ બોલર કોર્ટની વાલ્શને વાર્ન ઈલેવન ટીમના કોચ બનાવવામાં આવ્યા છે. આ મેચથી એકત્ર થયેલું ભંડોળ ઓસ્ટ્રેલિયન રેડક્રોસ અને રાહત બચાવ ફંડને દાન કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

UPDATE : In Gujarat, Total 63 tested positive for coronavirus till the date | Tv9

FB Comments