જાણો સચિન તેંડુલકરના દીકરા અર્જુનને T-20 મુંબઈ લીગમાં કેટલા રુપિયાથી ખરીદવામાં આવ્યો?

ટીમ ઈન્ડિયા પૂર્વ દિગ્ગજ ખેલાડી સચિને તેંડુલકરના દીકરાની પસંદગી ટી-20 મુંબઈ લીગ માટે કરાઈ છે. ટી-20 મુંબઈ લીગની એક ટીમે અર્જુન તેંડુલકરની ખરીદી કરી છે.

શનિવારના રોજ ટી-20 મુંબઈ લીગ માટે ખેલાડીઓની હરાજી થઈ હતી અને તેમાં એક સમયના ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરની પણ પસંદગી કરવામાં આવી છે.આકાશ મુંબઈ ટાઈગર્સ ટીમે પાંચ લાખની બોલી લગાવીને અર્જુનને ખરીદી લીધો છે. અર્જુનને બેટસમેન તરીકે સ્થાન આપવામાં આવશે.

 

READ  ઑસ્ટ્રેલિયન કોચ: વિકેટ પડતાં જો કોહલીની જેમ ઉજવણી કરીએ તો અમે દુનિયા સૌથી બદ્તર વ્યક્તિ કહેવાઇએ

ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકર પોતે આ આ ક્રિકેટ લીગના બ્રાંડ એમ્બેસેડર છે. ટી-20 મુંબઈ લીગ વાનખેડે સ્ટેડિયમમાં 14મેથી શરુ થઈ જવા રહ્યો છે. જેમાં આઠ ટીમો ભાગ લેવાની છે.

આ પણ વાંચો: કેનેડા નાગરિકતા વિવાદ: શું અભિનેતા અક્ષય કુમારે ‘નેશનલ એવોર્ડ’ પાછો આપવો પડશે?

 

 

Top 9 Metro News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments