દેશમાં આતંકી હુમલા બાદ કુંભમેળામાં હાજર સંતોનો ગુસ્સો સાતમા આસમાને, કહ્યું, ‘મસૂદ અઝહરનું માથું ધડથી અલગ કરનારને આપીશું રૂ.5 કરોડનું ઈનામ’

જમ્મૂ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર ગુરૂવારે થયેલા આત્મઘાતી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા બાદ કુંભમેળામાં સંતોના ગુસ્સાનું જાણે તોફાન આવ્યું છે.

આતંકવાદી મસૂદ અઝહર

કુંભમેળામાં અખિલ ભારતીય હિન્દૂ સુરક્ષા સમિતિના અધ્યક્ષ જગદ્ગુરૂ પંચાનંદ ગિરિએ આતંકી મસૂદ અઝહરનું માથું કાપી લાવનારને પાંચ કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ આતંકવાદી મસૂદ એ જ આતંકવાદી સંગઠનનો વડો છે જેણે આપણા દેશમાં ગુરૂવારે આત્મઘાતી હુમલો કરાવ્યો છે.

READ  દેશની સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરૂના શું હતા અંતિમ શબ્દો

તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ભારત સરકારે આ ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરને છોડ્યો હતો ત્યારે દેશના લોકો અને મીડિયાએ દબાણ બનાવ્યું હતું. જેના પરિણામ આપણા દેશના જવાનો પોતાની કુરબાની આપીને ચૂકવી રહ્યાં છે.

પંચાનંદ ગિરિએ વધુમાં જણાવ્યું,

“આપણે મજબૂત બનવું પડશે, રાષ્ટ્રને મજબૂત બનવું પડશે ત્યારે જ મસૂદ જેવા આતંકીને મારી શકાશે. જે કોઈ વ્યક્તિ આતંકવાદી મસૂદ અઝહરનું માથું ધડથી અલગ કરી દેશે તેને મારા તરફથી 5 કરોડ રૂપિયાનું ઈનામ આપીશ.”

કુંભમેળામાં શહીદો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કર્યા બાદ સ્વામી દેવતીર્થે જમ્મૂ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા જવાનોના પરિજનોને પાંચ-પાંચ કરોડ રૂપિયા આપવાની માગ કરી છે.

READ  Breaking News: ભારતના દુશ્મન નંબર-1 મસૂદ અઝહરનું મોત થયા હોવાના સમચાર

સાથે જ સંતોએ એમ પણ કહ્યું છે કે દેશની હાલની પરિસ્થિતિ જોતા લાગે છે કે આ અંગે કોઈ રાજકારણ ન થવું જોઈએ. તમામ રાજનેતિક દળો એકસાથે ઉભા રહે અને આતંકવાદ વિરૂદ્ધ લડાઈ લડે.

[yop_poll id=1475]

Youths find unique way to collect rain water, Junagadh | Tv9GujaratiNews

FB Comments