મહારાષ્ટ્ર: સાંઈધામ શિરડી અનિશ્ચિતકાળ માટે બંધ, સાંઈ જન્મભૂમિ પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી વકર્યો વિવાદ

Sai Baba temple to remain open amid indefinite Shirdi shutdown from today maharashtra sai dham shirdi anishitkal mate bandh sai janmbhumi par CM uddhav thackeray na nivedan thi vakryo vivad

મહારાષ્ટ્રમાં આવેલા પ્રસિદ્ધ સાંઈધામ શિરડીમાં અનિશ્ચિતકાળ માટે બંધનું એલાન અપાયું છે. સીએમ ઉદ્ધવના નિવેદન બાદ આખોય વિવાદ વકર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ પાથરી શહેરને સાંઈબાબાનું જન્મસ્થાન ગણાવીને 100 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરતાં શિરડીના લોકો નારાજ છે. શિરડી ગ્રામસભાએ શિરડી બંધનું એલાન આપ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના સ્થાને કલરાજ મિશ્રાને મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ બનાવી શકે છે!

શિરડી ગ્રામસભાએ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી મુખ્યમંત્રી ઠાકરે પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે ત્યાં સુધી બંધ ચાલુ રહેશે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે સાંઈ બાબાએ ક્યારેય તેમના જન્મ અને ધર્મનો ઉલ્લેખ કર્યો નથી કે સાંઈ ચરિત્રમાં તેના વિશે કંઈ લખ્યું નથી. અમે તમને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકરેએ 9 જાન્યુઆરીના રોજ જાહેરાત કરી હતી કે સાંઈબાબાના જન્મ સ્થળ પાથરી શહેરને 100 કરોડનું વિકાસ ભંડોળ આપવામાં આવશે.

READ  ગાંધી જયંતિ નિમિત્તે મહારાષ્ટ્ર, બિહાર બાદ આ રાજ્યમાં પાન-મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેમની આ જાહેરાતથી શિરડીના લોકો નારાજ છે અને સીએમના નિવેદનનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો સરકાર પાથરી અંગેનો નિર્ણય પાછો નહીં ખેંચે તો તેઓ કોર્ટમાં જશે. સાંઈ મંદિરના પૂર્વ ટ્રસ્ટી અશોક ખાંબેકર કહે છે કે સાંઈબાબાએ ક્યારેય કોઈને તેમના જન્મ, ધર્મ વિશે જણાવ્યું ન હતું. બાબા એ બધા ધર્મનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ ખોટી માહિતી આપી છે. CMએ પહેલા સાંઈ સત્ ચરિત્રનો અભ્યાસ કરવો જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ.

READ  મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસ ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments