દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ આખરે નરેન્દ્ર મોદી પાસે કેમ કરી મદદની અપીલ?

કથિત ભૂ-માફિયાઓથી પરેશાન થઈ જાણીતા અભિનેતા દિલીપ કુમારના પત્ની સાયરા બાનોએ વડાપ્રધાન મોદી પાસે મદદ માગી છે. પીએમ પાસે મદદ માગતા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મામલામાં હસ્તક્ષેપ કર્યો છે.

દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ વડાપ્રધાન મોદીને કરી મદદની અપીલ, કહ્યું- “ભૂમાફિયાઓ ઘમકાવી રહ્યાં છે, તો…”

કથિત ભૂ-માફિયાઓથી કંટાળીને આખરે સાયરા બાનોએ વડાપ્રધાન મોદી પાસે મદદ માગતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે હસ્તક્ષેપ કર્યો છે. ફડણવીસે કહ્યું છે,

“હું આ મામલે વાત કરીશ અને બનતા તમામ પ્રયત્નો કરીશ મદદ કરવાના.”

શું છે આ આખો મામલો?

સમીર ભોજવાની નામના બિલ્ડરે એ બે પ્લોટ્સ પર માલિકીહક્કનો દાવો કર્યો છે જેના પર દિલીપકુમારનો બંગલો બનેલો છે. 96 વર્ષીય અભિનેતાનો બંગલો બાંદ્રાના પાલી હિલ્સ વિસ્તારમાં આવેલો છે. ડિસેમ્બર, 2017માં દિલીપકુમારના પત્ની સાયરા બાનોએ પોલીસમાં ફરિયાદ કરીને આરોપ લગાવ્યો હતો કે સમીર ભોજવાની સંપત્તિના મામલામાં તેમને અને દિલીપ કુમારને ધમકાવી રહ્યાં છે અને તેમને ત્રાસ આપી રહ્યાં છે. ફરિયાદ બાદ મુંબઈ પોલીસે ભોજવાની વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

પત્ની સાયરા બાનોએ દિલીપકુમારના ટ્વીટર હેન્ડલથી પીએમ મોદીને ટ્વિટ કરી હતી અને તેમને વારંવાર ધમકી મળી રહી હોવાની ફરિયાદ કરી હતી. સાથે જ મુંબઈમાં વડાપ્રધાન મોદીને મળવાની વિનંતી પણ કરી હતી. 

જાન્યુઆરી મહિનામાં જ મુંબઈ પોલીસ આર્થિક અપરાધ શાખાએ દિલીપકુમારના બંગલાને કથિત રૂપે હડપવાની કોશિષ કરનાર બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. પોલીસ અધિકારીઓને સંદેહ હતો કે ભોજવાનીએ સંપત્તિના ખોટા કાગળ તૈયાર કર્યાં છે. અને ત્યારબાદ આ મામલો નોંધવામાં આવ્યો હતો. પોલીસની ટીમે ભોજવાનીના બાંદ્રા સ્થિત આવાસ પર છાપો માર્યો હતો જ્યાંથી ચપ્પુ, છૂરા સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. ભોજવાનીની આર્થિક અપરાધ શાખાએ આ વર્ષના એપ્રિલ મહિનામાં ધરપકડ કરી હતી.

[yop_poll id=270]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Heavy rainfall lashed Ahmedabad, parts of city witness water logging | Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk3

Read Previous

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં હજી આટલા દિવસ પડશે ધ્રૂજાવી દેતી ઠંડી

Read Next

માનવતા થઇ શર્મસાર, એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દિવસભર મૃતદેહો રઝળતા રહ્યા

WhatsApp પર સમાચાર