સલમાન ખાન અને કેટરીના કૈફના લગ્નને લઈને તૈયારી શરુ, ‘ભારત’માં જ થશે લગ્ન !

સલમાન ખાન અને કેટરીના કૈફ તેમના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે નવી ચર્ચાએ જોર પક્ડયું છે જેમાં કેટરીના અને સલમાનના લગ્નની વાત થઈ રહી છે. સલમાન અને કેટરીનાના લગ્નની વાતને લઈને એક વિશેષ તૈયારી પણ કરી દેવાઈ છે.

જાણીતા અખબાર DNAમાં આવેલી ખબરના આધારે હવે એ ચર્ચા જામી રહેલી જેમાં સલમાન ખાન અને કેટીરના વચ્ચે લગ્નની વાત છે. હમણાં સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નું ટ્રિજર રિલીઝ થઈ ગયું છે. ‘ભારત’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને તેમાં ખાસ કરીને એક લગ્નના સિક્વન્સને શૂટ કરવામાં આવશે તેવી જાણકારી બહાર આવી છે. આમ સલમાન ખાન અને કેટરીના કૈફ એ સાચી જિંદગીમાં તો નહીં પણ 2019માં બોલીવુડના પડદા પર પરણતા દેખાઈ તો નવાઈ નહીં.

READ  ટ્રાફિકના નવા નિયમ બાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત આ કારના માલિકને ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ

ભારત ફિલ્મ અલી અબ્બાસ જાફરના ડાયરેક્શન હેઠળ બની રહી છે જે 2019ના વર્ષમાં ઈદના સમયે રિલીઝ થવાની છે. સલમાન ખાનની સાથે આ ફિલ્મમાં કેટરીના કૈફ, દિશા પટ્ટની, તબ્બુ, નોરા ફતેહી અને જૈકી શ્રોફ પણ પડદા પર દેખાશે. ટૂંકમાં ફિલ્મના શૂટિંગ વખતે બની રહ્યાં વેડિંગ સિક્વન્સના લીધે લાગી રહ્યું છે કે સલમાન ખાન અને કેટરીના કૈફ 2019માં બોલીવુડના પડદા પર તો લગ્ન કરશે જ!

READ  ફિલ્મ રિલીઝ થવાના એક દિવસ પહેલાં જ રજનીકાંત અને અક્ષય કુમારની '2.0' પર લાગી શકે છે મોટું ગ્રહણ

[yop_poll id=”1045″]

FB Comments