મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!

પાકિસ્તાનમાં પરફોર્મ કરીને પહેલા જ ગાયક મીકાસિંઘ ફસાઈ ચુક્યો છે. ત્યારે સલમાન ખાનની પણ મુશ્કેલી વધે તેવી શક્યતા છે. સલમાન ખાન આગામી સપ્તાહે મીકાસિંઘ સાથે એક કાર્યક્રમ કરવાનો છે. આ કોન્સર્ટ યુએસના અલગ અલગ શહેરમાં યોજાશે.

આ પણ વાંચો: નવસારી: અફઘાનિસ્તાનના શંકાસ્પદ યુવાનો વિદ્યાર્થીઓ નીકળ્યા

જોકે તાજેતરમાં પાકિસ્તાનમાં કરેલા પરફોર્મન્સ બાદ મિકાસિંઘ પર ઓલ ઈન્ડિયા સિને વર્કર એસોસિએશન અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને ઈમ્પ્લોઈઝ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં મિકાસિંઘ સાથે કામ કરનારને પણ બેન કરી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેવા સંજોગામાં જો સલમાન ખાન આગામી સપ્તાહે મિકાસિંઘ સાથે કાર્યક્રમ કરે તો તેના પર પણ પ્રતિબંધ મુકાઈ શકાય છે. યુએસ ખાતે યોજાનાર આ કાર્યક્રમને “અપ ક્લોઝ એન્ડ પર્સનલ વિથ સલમાન ખાન” નામ આપવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમને લઈને સલમાન ખાન સામે કોઈ પગલા લેવાય છે કે કેમ તેના પર સૌની નજર છે.

READ  જમ્મૂ-કાશ્મીર: અનંતનાગમાં CRPFની બટાલિયન પર આતંકી હુમલો, એક જવાન શહીદ, એક બાળકનું પણ મોત

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments