સલમાન ખાન પણ નિકળ્યો પાકો બિઝનેસમૅન, કપિલ શર્માની મજબૂરીનો ઉઠાવી રહ્યો છે ફાયદો, આપી રહ્યો છે એક શોની બહુ જ ઓછી કિંમત, જાણો કપિલ શર્માની આજની કમાણી

કૉમેડી કિંગ કપિલ શર્મા ફરી એક વાર નાના પડદે પોતાનું કમબૅક કરી ચુક્યો છે. ગત 29 ડિસેમ્બરે જ કપિલ શર્માએ શાનદાર વાપસી કરી છે.

કપિલ શર્માના જોક્સને લાંબા સમયથી મિસ કરતા દર્શકો તેના આ નવા શોને ખૂબ પસંદ કરી રહ્યાં છે. દર્શકો વચ્ચે કપિલ શર્માએ ફરીથી પકડ જમાવવાની શરુઆત કરી દિધી છે, પરંતુ કપિલના હાસ્ય ફરકાવતા ચહેરા પાછળ મોટા આર્થિક ફટકાનું દુઃખ પણ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કપિલ શર્માને આ નવા શોમાં ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

કપિલને 40-50 લાખનો જોરદાર ફટકો

આપને જણાવી દઇએ કે કપિલને 1-2 લાખ નહીં, પણ સીધો 40-50 લાખનો આર્થિક ફટકો પડ્યો છે, પરંતુ આ ફટકો સહન કરવો કપિલ શર્માની મજબૂરી પણ હોઈ શકે છે, કારણ કે આ વખતે કપિલ શર્મા આ શો સુપર સ્ટાર સલમાન ખાન સાથે મળી પ્રોડ્યુસ કરી રહ્યો છે. બીજી બાજુ આ પહેલા શોનું પ્રોડક્શન હાઉસ કપિલના હાથમાં જ હતું.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

માત્ર 15 લાખ રૂપિયા !

વર્ષ 2016માં કપિલ શર્માએ જ્યારે પોતાની સાથે સુનીલ ગ્રોવર, કીકૂ શારદા અને ચંદન પ્રભાકર સાથે મળીને કામ કર્યુ હતું, ત્યારે કપિલ એક એપિસડ માટે લગભગ 60થી 80 લાખ રૂપિયાનો ચાર્જ લેતો હતો, પરંતુ હાલમાં તેને જે પૈસા મળી રહ્યા છે, તે બહુ જ વધારે ઓછા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કપિલ શર્માની એપિસોડ દીઠ ફી હવે 60થી 80 લાખ રૂપિયાથી ઘટીને માત્ર 15 લાખ રપિયા રહી ગઈ છે. કપિલ સાથે કામ કરી રહેલા કૃષ્ણા અને ભારતીને એક એપિસોડના 10થી 12 લાખ રપિયા મળી રહ્યાં છે.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Congress leader Mohan Delkar rejects rumors of leaving party after attending PM Modi's program today

FB Comments

Hits: 3482

Comments are closed, but trackbacks and pingbacks are open.