સલમાન ખાન જેનાથી ત્રાસી તેને ગોળી મારવા માટે શોધી રહ્યો છે, તે શખ્સને તમે ઓળખો છો ? અમે શોધી કાઢ્યો એ શખ્સને, CLICK કરો અને જાણો કે કોણ છે સલમાનને ત્રાસ આપનાર એ શખ્સ ?

બૉલીવુડમાં દબંગ અને ટાઇગર જેવા નામે સંબોધાતો અભિનેતા સલમાન ખાન ખૂબ જ નેકદિલ માણલ તરીકે ઓળખાય છે.

કહેવાય છે કે સલમાન ખાન સૌની મદદ માટે તત્પર રહે છે. દોસ્તી નિભાવવામાં તે ક્યારેય પાછળ નથી રહેતો. હાલમાં ભારત (Bharat) ફિલ્મને લઈને ખૂબ જ વ્યસ્ત સલમાન ખાન કોઈનાથી એટલો ત્રાસી ગયો કે તેણે તેને જાનથ મારી નાખવાની ધમકી આપી દીધી. સલમાને એ શખ્સને એકાંતમાં નહીં, પણ ખુલ્લેઆમ કહી નાખ્યું, ‘હું તને જાનથી મારી નાખીશ.’

સલમાન ખાન તાજેતરમાં જ એક ન્યૂઝ ચૅનલના ટૉક શોમાં પહોંચ્યો હતો. અહીં તેણે પોતાના અને પોતાનાથી સંબંધિતો વિશે ઘણા રહસ્યો ખોલ્યા. આ ટૉક શોમાં તેણે ખુલાસો કર્યો કે તે કોનાથી ત્રાસી ગયો છે.

READ  VIDEO: અરવલ્લીના બાયડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

સલમાને કહ્યું, ‘લોકો ઠેર-ઠેરે મારા ફોટો ખેંચે છે. હું ક્યાંક શૂટિંગ કરી રહ્યો છું, કારમાં બેઠો છું, ઝપકી લઈ રહ્યો છું અને બીજી બાજુ કોઈ ફોટો લઈ રહ્યો છે. ફોટો લઈ લો, પણ બતાવી તો દો. હું તો તેને શોધી રહ્યો છું કે જેણે મોબાઇલમાં કૅમેરા લગાવ્યો છે. તે મને મળી જશે, તો હું તેને જાનથી મારી નાખીશ.’

કોણ છે એ શખ્સ કે જેનાથી સલમાન ત્રાસી ગયો છે ?

મોબાઇલ ફોનમાં કૅમેરાની શોધ કરનાર Philippe Kahn

જોકે સલમાન ખાનનો ઇશારો અમે સમજી ગયા છીએ. તેઓ જે શખ્સથી કંટાળી અને ત્રાસી ગયો છે અને જે શખ્સને જાનથી મારી નાખવા માટે આતુર છે, તો શખ્સનું નામ છે Philippe Kahn. આ જ શખ્સ છે કે જેણે મોબાઇલ ફોનમાં કૅમેરાની શોધ કરી છે. 66 વર્ષીય Philippe Kahnએ 11 જૂન, 1997ના રોજ મોબાઇલ ફોનમાં કૅમેરાની શોધ કરી હતી. ફ્રાંસમાં જન્મેલા Philippe Kahn ફ્રેંચ-અમેરિકન નાગરિક છે. અને હાલમાં તેઓ અમેરિકામાં રહે છે. હવે સલમાને જો Philippe Kahnને મારવા હોય, તો તેણે અમેરિકા જવું પડે.

View this post on Instagram

Just left the beautiful W hotel in goa …

A post shared by Salman Khan (@beingsalmankhan) on

કૅટરીનાની બિકિની તસવીરો પર શું બોલ્યો સલમાન ?

થોડાક સમય પહેલા રણબીર કપૂર અને કૅટરીના કૈફ વચ્ચેની મસ્તી કરતી તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં રણબીર બ્લ્યૂ કલરના શૉટમાં શર્ટલેસ નજરે પડતો હતો, તો કૅટરીના વ્હાઇટ-રેડ બિકિનીમાં હતી. ટૉક શોમાં સલમાને કહ્યું, ‘મને લાગે છે કે તે તસવીરો ફોટોશૉપ કરાયેલી હતી. તે રણબીર તો હશે, પણ કૅટરીના ન હોઈ શકે.’

[yop_poll id=1086]

Oops, something went wrong.
FB Comments