ફોર્બ્સ ઈન્ડિયા 2018: સલમાન સૌથી ધનિક સેલિબ્રિટી, શાહરૂખ ટૉપ 10ના લિસ્ટમાંથી બહાર, જાણો સ્ટાર્સની વાર્ષિક આવક

2018 Forbes India Celebrity 100: Meet the 10 highest earning icons this year

2018 Forbes India Celebrity 100: Meet the 10 highest earning icons this year

દર વર્ષે ફોર્બ્સ ઇન્ડિયા દ્વારા ભારતમાં એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રે જોડાયેલી ટોચની હસ્તીઓ પર સર્વે કરવામાં આવે છે, જેમાંથી સૌથી વધુ કમાણી કરતી 100 સેલિબ્રિટીનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે. ત્યારે સતત ત્રીજા વર્ષે સલમાન ખાને આવકમાં પોતાની દબંગાઈ સાબિત કરી છે. ફોર્બ્સ ઈન્ડિયાની જાહેર થયેલી ટોપ 100 સેલિબ્રીટીઝની આવકની યાદીમાં સલમાન ખાન સુલતાન બન્યો છે.

વાર્ષિક રૂ.253.25 કરોડની આવક સાથે બૉલિવૂડ સ્ટાર સલમાનખાન ફોર્બ્સની યાદીમાં સતત ત્રીજા વર્ષે ટોપ પર

જ્યારે આ વખતે વિરાટ કોહલી શાહરૂખને પછાડી બીજા નંબર પર આવી ગયો છે. વિશ્વ વિખ્યાત મેગેઝીન ફોર્બ્સે ભારતની 2018માં ટોચની 100 સેલેબ્રિટીઝની યાદી જાહેર કરી છે. ફોર્બ્સે 7મી ઇન્ડિયા સેલિબ્રિટી યાદીમાં આ વર્ષે પણ સલમાન ખાન પ્રથમ સ્થાને છે. મેગેઝિને પોતાની વેબસાઇટ પર ભારતના ટોપ 100 સેલિબ્રિટીની યાદી મૂકી છે.

જેવી રીતે ફોર્બ્સ દ્વારા ટોચના ધનિક લોકોની યાદી બહાર પાડવામાં આવે છે, તેવી જ રીતે ટોચની સેલિબ્રિટીનું લિસ્ટ પણ બહાર પાડવામાં આવે છે.

વર્ષ 2018ના લિસ્ટમાં 52 વર્ષીય સલમાન ખાન સતત ત્રીજા વર્ષે લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. જેમાં તેની આ વર્ષે રીલિઝ થયેલી ટાઇગર જિન્દા હેં અને રેસ 3ની આવકનો સમાવેશ થાય છે. ફિલ્મો સિવાય સલમાન ખાન ટેલિવિઝન શો અને જાહેરાતોમાંથી પણ કરોડોની કમાણી કરે છે. સલમાન ખાનની વાર્ષિક આવક રૂ.253.25 કરોડ છે. જે ટોપ 100 સેલિબ્રિટીની આવક રૂ.3,140.25 કરોડના 8 ટકા છે.

તો લિસ્ટમાં આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી બીજા સ્થાને છે. વિરાટ કોહલીની વાર્ષિક આવક 228.09 કરોડ રૂપિયા છે. જે ગયા વર્ષ કરતાં 116.53 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે ત્રીજા નંબર પર અક્ષય કુમાર છે, જેમની વાર્ષિક આવક 185 કરોડ રૂપિયા છે.

તો ગયા વર્ષે 170 કરોડની આવક સાથે બીજા સ્થાને રહેલા શાહરૂખ ખાન આ વર્ષે ટોપ 10માંથી જ બહાર થઇ ગયા, આ વર્ષ શાહરૂખ ખાન માટે નબળું રહ્યું છે, શાહરૂખ ખાનની આવકમાં 33 ટકા ઘટાડો નોંધાયો છે, આ વર્ષે SRK લિસ્ટમાં 17માં સ્થાને છે.

હાલમાં જ લગ્નને લઇને ચર્ચામાં રહેલી દીપિકા પાદુકોણે ટૉપ ટેનમાં સ્થાન બનાવ્યું છે. દીપિકા આ વર્ષના લિસ્ટમાં ચોથા સ્થાને છે. સાથે જ પહેલી મહિલા બની ગઇ છે જેણે ટૉપ પાંચમાં જગ્યા બનાવી હોય. દીપિકાએ આ વર્ષે 112.80 કરોડ રૂપિયાની આવક કરી છે. જેમાં તેની છેલ્લે રીલિઝ થયેલી પદ્માવત ફિલ્મ અને જાહેરાતને કારણે કમાણી વધી છે.

ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની આવક (રૂપિયા 28.46 કરોડ)માં નોંધપાત્ર વધારો નોંધાયો છે.જે ગતવર્ષ કરતાં 9 ગણો છે. ફોર્બ્સની લિસ્ટમાં ટૉપ 100 સેલિબ્રિટીની કુલ મળીને આવક 3,140.25 કરોડ રૂપિયા છે, જે ગત વર્ષે રૂ.2.683.31 કરોડ હતી.

2018 ફોર્બ્સ યાદીમાં સામેલ વધુ આવક ધરાવતા ટૉપ સેલિબ્રિટીઝ

સેલિબ્રિટીઆવક (રૂ.માં) (કરોડમાં)
​​સલમાન ખાન253.25
​વિરાટ કોહલી ​228.09
​અક્ષય કુમાર185.00
દીપિકા પાદુકોણ112.80​
​મહેન્દ્રસિંહ ધોની101.77
​આમિરખાન97.50
​અમિતાભ બચ્ચન​96.17
​​રણવીર સિંઘ84.67
સચિન તેંડૂલકર80.00
​અજય દેવગણ ​74.50

[yop_poll id=118]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

A'bad: Case of selling of cannabis and liquor at Ramdevnagar; HM assures actions against responsible

FB Comments

TV9 Web Desk3

Read Previous

હવે દરિયાઈ નજારો માણતા ગણતરીના સમયમાંજ પહોંચી જશો દુબઇ, ટૂંક સમયમાં શરૂ થશે મુંબઈથી દુબઇ સુધીની અંડરવોટર ટ્રૅન

Read Next

VIRAL કેટલું રીઅલ ? શું પ્રયાગરાજને કુંભ 2019 માટે મક્કા જેટલું સુંદર બનાવવામાં આવી રહ્યું છે ?

WhatsApp chat