સલમાનખાનને આ રાજકીય પાર્ટી તરફથી ચૂંટણી લડવાની ઑફર, ખબરે મચાવ્યો હંગામો

કરીના કપૂર ક્રોંગ્રેસ પાર્ટી તરફથી ભોપાલથી ચૂંટણી  લડવાની છે તેવા સમાચાર બે દિવસ પહેલાજ સોશ્યિલ મીડિયા પર ફરતા થયા હતા. પણ આ ખબર તદ્દન ખોટી હતી. આ વાતને ખુદ કરીના કપૂરે પણ નકારી કાઢી અને કહ્યું કે અત્યારે કોઈ પાર્ટી માટે પ્રચાર કામ કરવાની નથી. તે માત્ર તેના કરીયર પર ધ્યાન આપી રહી છે.

ત્યારે હવે અન્ય એક બૉલિવૂડ સ્ટારના રાજકારણમાં પ્રવેશને લઈને ખબરો આવી રહી છે. અને આ વખતે વાત છે બૉલિવૂડના સુલતાન સલમાનખાનની.

મળતી માહિતી મુજબ હાલમાં ઈન્દોરના ઘણાં કાર્યકર્તાઓ સલમાન ખાન આગામી લોકસભા ચૂંટણી ઈન્દોરથી લડે તેવી માંગણી કરી રહ્યાં છે. એ વાત સાચી છે કે ખોટી તે અંગે હજી કોઈ પુષ્ટિ નથી કરાઈ પરંતુ જો બૉલિવૂડના સુપરસ્ટાર સલમાનખાનનું નામ કોંગ્રેસ સાથે જોડાઈ જાય તો આ મામલો હિટ થવાના ચાન્સીસ વધી જાય છે.

 

ક્રોંગ્રેસના પ્રદેશ સચિવ રાકેશ યાદવે સલમાન ખાન ચૂંટણી પ્રચારમાં જોડાય તેવી માગ કરી છે. સલમાન આ પહેલા પણ ક્રોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરતા નજરે પડયો છે. તો આ પહેલા પણ ક્રોંગ્રેસ કાઉન્સિલર યોગેન્દ્રસિંહ ચૌહાણ ઉર્ફે ગુડ્ડુ ચૌહાણે રાહુલ ગાંધીને પત્ર લખી આ વાત પહોંચાડી હતી કે સલમાનખાનને ઉમેદવાર બનાવવા જોઈએ, તેનાથી પાર્ટીને સારો ફાયદો થઈ શકે છે. આ સમાચારને લઈને મીડિયામાં ઘણી ધમાલ ચાલી રહી છે. પણ હાલ સુધી સલમાનખાન તરફથી કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી.

 

[yop_poll id=771]

Singers showered with wads of cash at cow protection programme in Tharad,Banaskantha|Tv9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

પ્રિયંકા ગાંધીને કેમ ‘ભૈયાજી’ કહીને બોલાવાય છે? ક્યારે પહેલી વખત પ્રિયંકા જાહેર મંચ પર દેખાયા હતા? પ્રિયંકા ગાંધી વિશે આ વાતો નહીં ખબર હોય તમને…

Read Next

આ છે Bollywoodના TOP 5 સૌથી વધુ ફી લેતા મોંઘા ગાયકો, નંબર 1 ગાયકનું નામ વાંચીને વિશ્વાસ નહીં આવે

WhatsApp પર સમાચાર