મરાઠા સમુદાયની અક્ષય કુમારની સામે FIR નોંધવા માગ, જાણો શું છે વિવાદ?

sambhaji-brigade-letter-to-nanded-authorities-and-police-seeking-case-against-akshay-kumar

અભિનેતા અક્ષય કુમારની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે તેમ છે. સોશિયલ મીડિયા બાદ અક્ષય કુમારનો વિરોધ રસ્તાઓ પર પણ થવા લાગ્યો છે. અક્ષય કુમારે એક વોશિંગ પાઉડરની જાહેરખબરમાં મરાઠા સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે તેવો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ અક્ષય કુમાર માફી માગે તેવી માગણી કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ખેડૂતોને આપઘાત ન કરવાની કવિતાનું શાળામાં પઠન કર્યા બાદ ઘરે પહોંચ્યો બાળક તો....

sambhaji-brigade-letter-to-nanded-authorities-and-police-seeking-case-against-akshay-kumar

આ પણ વાંચો :  ‘યોર્કરમેન’ જસપ્રીત બુમરાહને મળશે આ મોટો એવોર્ડ, BCCIએ કરી જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મહારાષ્ટ્ર્ના નાંદેડમાં મરાઠા સંગઠને એક પત્ર લખીને ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર કુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે માગણી કરી છે. જેમાં કહેવામાં આવ્યું કે અક્ષય કુમારની જાહેરખબરના લીધે મરાઠા સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. વજિરાબાદ પોલીસને વિનંતી કરવામાં આવી છે કે અક્ષય કુમારની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે. પોલીસે આ બાબતે જાણકારી આપી કે સંભાજી બ્રિગેડ દ્વારા એક પત્ર અમને મળ્યો છે. જેમાં એવી માગણી કરવામાં આવી છે કે મરાઠા સમુદાયના લોકોની લાગણીને ઠેસ પહોંચી છે તેના લીધે અક્ષય કુમારની સામે કેસ કરવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  રાહુલ ગાંધીએ સ્વીકાર્યું ' UP માં કોંગ્રેસ છે કમજોર', એટલાં માટે અહીંથી પ્રિયંકા સાથે શરૂ કર્યો ચૂંટણી પ્રયાર

 

નિરમા કંપનીની એક જાહેરખબરના લીધે હોબાળો થયો છે. જેમાં અક્ષય કુમારે મહારાજાનો રોલ કર્યો છે. આ જાહેરખબરમાં સમુદાયની લાગણીને ઠેસ પહોંચી હોય અને મરાઠા સમુદાયના રાજાઓની મજાક ઉડાવવામાં આવી હોય તેવો દાવો કરવામાં આવ્યો છે. આ બાબતને લઈને વિવાદ થયો છે.

 

Oops, something went wrong.
FB Comments