સંજય દત્તની દીકરીના બોયફ્રેન્ડનું થયું મોત, સોશિયલ મીડિયામાં લખી આવી ઈમોશનલ પોસ્ટ

સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તના બોયફ્રેન્ડનું અવસાન થયું છે. આ દુ:ખદ ઘટના બનવાથી ત્રિશોલા ભાવુક થઈને પડી ભાંગી છે. તેમણે પોતાના બોઈફ્રેન્ડ માટે એક ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકી છે. ત્રિશાલાનો બોયફ્રેન્ડ ઈટાલીયવ યુવક હતો અને બન્ને રિલેશનશિપમાં હતા. મંગળવાર 2 જુલાઈના રોજ તેનુ મૃત્યુ થયું હતુ.

આ પણ વાંચો: રથયાત્રામાં હાથી થયો બેકાબૂ, સર્જાયો અફરાતફરી ભર્યો માહોલ, જુઓ VIDEO

ત્રીશાલાએ કરેલી સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સમાચાર સામે આવ્યા હતા. પોસ્ટમાં લખ્યું હતુ કે ” મારું દિલ તૂટી ગયું છે. મને પ્રેમ કરવા માટે મને સુરક્ષિત રાખવા અને ધ્યાન રાખવા બદલ આભાર. તમે મને એટલી ખુશ રાખી કે હું પહેલાં ક્યારેય નહોતી રહી. હું તને મળીને વિશ્વની સૌથી ખુશનસીબ છોકરી બની ગઈ હતી અને તારી બનીને ધન્ય થઈ હઈ હતી. તુ હંમેશા મારી અંદર જીવંત રહીશ. હુ માત્ર તને પ્રેમ કરૂં છુ અને હંમેશા તને યાદ કરીશ જ્યાં સુધી આપણે ફરી મળીશુ ત્યાં સુધી. હંમેશ માટે તારી બેલા મિયા”

READ  યુવકે અશ્લિલ ટિપ્પણી કરતા યુવતીઓએ જાહેરમાં કરી લાફાવાળી, પિટાઈ કરતો VIDEO થયો વાયરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્રિશલાએ ક્યારેય તેના બોયફ્રેન્ડ વિશે વધારે જણાવ્યું નથી. તેમનું નામ પણ ક્યારેય સામે નથી આવ્યું. પરંતુ ત્રીશાલાએ એટલુ જરૂર જણાવ્યુ કે તેનો બોયફ્રેન્ડ ઈટાલીયન છે. તે તેના બોયફ્રેન્ડના અને પોતાના ફોટા સોશિયલ મીડિયા પર મુકતી રહેતી હતી.

READ  અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્કિગની સામે તંત્રે સપાટ્ટો બોલાવ્યો, 180 એકમ કર્યા સીલ

તે ધણી વખત પોતાના બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક ડેટ નાઈટ પર જતા હતા. ત્રિશાલા સંજય દત્ત અને તેમની પ્રથમ પત્ની રીચા શર્માની પુત્રી છે. 1996માં કેન્સર થવાના કરાણે રીચા શર્માનું મૃત્યુ થયું હતુ. ત્રીશાલાએ કે જોન કે કોલેજ ઓફ ક્રિમિનલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણં કર્યું છે.

[yop_poll id=”1″]

Ahmedabad: Patidars to take out rally ahead of lay foundation stone of Umiya temple | TV9News

FB Comments