સંજય લીલા ભણસાલી ફરી એકવાર ગુજરાતી મહિલાના જીવન પર બનાવી રહ્યા છે આ ફિલ્મ

ગુજરાત અને ગુજરાતીઓની જીવનશૈલી પર ફિલ્મો બનાવવા માટે જાણીતા સંજય લીલા ભણસાલી ફરી એકવાર એક ગુજરાતી મહિલાના જીવન પર આ ફિલ્મ બનાવી રહ્યા છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં ગંગુબાઈના રોલમાં આલિયા ભટ્ટ જોવા મળશે. ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીથી આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. આલિયા ભટ્ટે ફર્સ્ટ લુક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરતા આલિયાએલખ્યું- Here she is, Gangubai Kathiawadi. આલિયાએ બે તસ્વીર શેર કરી છે. એક તસ્વીરમાં તે સાડી પહેરીને માથા પર લાલ ચાંદલો અને મોટી નોઝપિન પહેરીને જોવા મળી રહી છે.

READ  VIDEO:‘નીલકંઠ’ વિવાદ મામલે કિર્તીદાન ગઢવી આવ્યા મોરારિ બાપુના સમર્થનમાં અને કહી આ વાત

Image result for Gujarati film gangubai"

આ પણ વાંચોઃ 6 ફુટથી પણ વધુ લાંબા વાળ ધરાવતી નિલાંશીએ તોડ્યો પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ!

તો બીજા લૂકમાં પણ તેનો અંદાજ અલગ જ દેખાઈ રહ્યો છે. સેંથામાં સિંદુર, બે ચોટલા, હાથમાં બંગડી અને કાજલ સાથે આલિયાનો અલગ અંદાજ દેખાઈ રહ્યો છે. ત્યાં જ પોસ્ટરમાં આલિયા ભટ્ટ માટે માફિયા ક્વીન લખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ આલિયાના બન્ને લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગણનો સ્પેશિયલ અપીયરન્સ રહેશે. માનવામાં આવી રહ્યું છે કે અજયનો રોલ ખૂબ રોચક છે.

READ  લગ્ન બાદ રણવીરસિંહે એક કાર્યક્રમમાં એવું તો શું કહ્યું કે દીપિકાને આવી ગયા ખુશીના આંસૂ! જુઓ VIDEO

Image result for Gujarati film gangubai"

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ વિશે ટૂંક સમયમાં જ ઓફિશયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. જોકે ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે અત્યાર સુધીમાં કોઈ ખાસ જાણકારી સામે નથી આવી. ફિલ્મની રિલીઝ ડેટ શેર કરતા આલિયાએ ટ્વીટર પર લખ્યું- એક નામ જે તમે સાંભળ્યું હશે પરંતુ તેની કહાણી તમે નહીં સાંભળી હોય. આ ખૂબ ખાસ થવાની છે. સંજય લીલા ભણસાલીના નિર્દેશનવાળી આ ફિલ્મ 11 સપ્ટેમ્બર 2020ના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને સંજય લીલા ભણસાલી ડાયરેક્ટ કરી રહ્યા છે. આલિયા ઉપરાંત ફિલ્મની કાસ્ટને લઈને અત્યાર સુધી કોઈ ખાસ જાણકારી સામે નથી આવી. પરંતુ ખબર છે કે મુવીમાં માનસુન વેડિંગ ફેમ એક્ટર વિજય રાજ મુખ્ય રોલ પ્લે કરતા જોવા મળશે.

READ  Surat : Take A Look At Smart Market of Smart City - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments