VIDEO: મહારાષ્ટ્રમાં NCP અને શિવસેના સરકાર બનાવશે, કોંગ્રેસ બહારથી ટેકો આપશે?

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય રાઉતે વધુ એક સંકેત આપી દીધા છે. સંજય રાઉતે કહ્યું કે, કોઈપણ પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. મહત્વનું છે કે, ભાજપે આજે પોતાની સરકાર રચવાની મનાઈ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે રાજ્યપાલે ભાજપને આમંત્રણ આપ્યું હતું. પરંતુ શિવસેના પોતાના મુખ્યમંત્રીની વાત પર અટકી છે. જેને લઈને કોઈ પક્ષ સરકાર બનાવવાનો દાવો કરી શક્યા નથી. જેને લઈને હવે શિવસેના સરકાર બનાવે તેવા સંકેતો જોવા મળ્યા છે. જેમાં શિવસેના અને NCPની સરકારને કોંગ્રેસ બહારથી ટેકો આપી શકે છે.

READ  પ્રિયંકાગાંધીના ઉત્તરપ્રદેશ પ્રવાસ દરમિયાન જ માયાવતીનો આરોપ, ગઠબંધનનો ખોટો ભ્રમના ફેલાવે કૉંગ્રેસ

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજ્યપાલના આમંત્રણ બાદ પણ ભાજપ નહીં બનાવે પોતાની સરકાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેએ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે, આગામી સમયમાં મહારાષ્ટ્રને શિવસેનાનો જ મુખ્યપ્રધાન મળશે. અને એ વાતને સાચી કરવા અમે કોઈપણ કિંમતે શિવસૈનિકને મુખ્યપ્રધાન બનાવીશું.

READ  VIDEO: રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ-MLA પદ પરથી રાજીનામા બાદ અલ્પેશ ઠાકોર સાથે ખાસ વાતચીત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments