જાણીતા શેફ સંજીવ કપૂરે બનાવી ‘કેજરીવાલ’ ડિશ, સોશિયલ મીડિયામાં લોકોએ પુછયું ‘ખાઈને ખાંસી તો નહિં આવે ને’

જાણીતા શેફ સંજીવ કપૂરની બ્રેકફાસ્ટ ડિશ ‘એગ્સ કેજરીવાલ’ ટ્વિટર પર મજાકનું કારણ બની ગઈ છે અને તે ટ્રોલ થઈ રહી છે. લોકો આ ડિશને કેજરીવાલ સાથે જોડીને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યાં છે. 

એક યુઝરે પુછયુ કે ‘એગ્સ કેજરીવાલ’  ખાઈને ખાંસી તો નહિં આવે ને જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું કે આ ડીશને હડતાળ પછી કે  પહેલા ખાવી જોઈએ?  અન્ય એક યુઝરે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ તેમના નામના ઉપયોગ કરવા માટે કિંમત લઈ શકે છે.

‘એગ્સ કેજરીવાલ’ દુનિયાભરની હોટલોમાં એક લોકપ્રિય ડિશ છે. ટ્વિટર યુઝર્સે કહ્યું કે તમે પૂર્વ ધારાસભ્ય કપિલ મિશ્રા જેમને પાર્ટીમાંથી કાઢી મુકયા છે. તેમને નાસ્તામાં ‘એગ્સ કેજરીવાલ’ ડિશ ખાવી જોઈએ. એક યુઝરે કહ્યું કે સંજીવ, મુલાયમ ચિકન, મમતા ફિશ કરીની આતુરતાથી રાહ જોઈએ છીએ.

READ  રેલીમાં થપ્પડ પડ્યા બાદ દિલ્હી CM કેજરીવાલે કોની પર આરોપ લગાવ્યા?

People who are unable to take care of their own country are concenred about Kashmir: PM Modi

FB Comments