મશહુર ડાંસર અને સિંગર સપના ચૌધરી પણ હવે કરશે રાજનીતિ, આ પાર્ટીમાં જોડાયા

ભાજપ દિલ્હી ખાતેના સદસ્યતા અભિયાનમાં ભાજપના મહાસચિવ રામલાલ અને મનોજ તિવારીની હાજરીમાં સપના ચૌધરી ભાજપમાં સામેલ થયા છે. સપના ચૌધરી મશહૂર ડાંસર છે અને પહેલાં પણ સપના ચૌધરીને લઈને રાજકીય વિવાદો ઉભા થયા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  VIDEO: વલસાડમાં ભારે વરસાદથી સરીગામ બાયપાસ પર પાણી ફરી વળ્યા, 4 વાહન ચાલકોને ડૂબતા બચાવી લેવાયા

આ સદસ્યતા અભિયાનમાં શિવરાજસિંહે પણ હાજરી આપી હતી. હાલ ભાજપ આખા દેશમાં સદસ્યતા અભિયાન ચલાવી રહી છે અને આખા દેશમાંથી લોકોને પાર્ટીમાં જોડી રહી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સપના ચૌધરી તેમની પાર્ટીમાં જોડાઈ તેવી અટકળો હતી. અંતે સપના ચૌધરીએ લોકસભાની ચૂંટણી સુધી કોઈપણ પાર્ટીને સમર્થન આપ્યું નહોતું અને હાલ તેના પરિણામના આશરે એક મહિનાથી વધારેનો સમય વિત્યા પછી તેઓ ભાજપમાં જોડાયા છે.

READ  VIDEO: જૂનાગઢ, અમરેલી અને ધાનેરા સહિત ગુજરાતની આ 10 પાલિકામાં ભાજપનો વિજય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં સપના ચૌધરી જોડાઈ ગયા તેવી અટકળો ચાલી હતી. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં એક લેટર પણ ફરતો થયો હતો. જો કે તે સમયે સપના ચૌધરીએ કોઈપણ પાર્ટી સાથે જોડાયેલા હોવાની વાતનો ઈનકાર કરી દીધો હતો.

READ  જાણો, લોકસભાના પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કોણ કરોડપતિ ઉમેદવાર અને કોણ ગરીબ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સપના ચૌધરીએ એ વખતે એવું કહીને ના પાડી દીધી હતી કે તે પોતે એક કલાકાર છે અને તેથી તેમને કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા નથી. પ્રિયંકા ગાંધી સાથે પણ સપના ચૌધરીના ફોટો વાયરલ થયા હતા. જેથી સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાશે તેવી વાતને સમર્થન મળ્યું હતું. જો કે આ બાબતે સપના ચૌધરીએ કહ્યું કે તે માત્ર એક મુલાકાત હતી અને ફોટો પણ જે વાયરલ થઈ રહ્યો છે તે જૂનો છે.

READ  અમિત શાહ સરકારમાં મંત્રી બનશે તો ભાજપના અધ્યક્ષ પદે આ નેતાની નિમણૂક થવાની સંભાવના

 

[yop_poll id=”1″]

Gujarat: People yet to get awareness of New Motor Vehicles Act | Tv9GujaratiNews

FB Comments