કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં લગભગ 6.5 લાખથી વધુ પદો ખાલી, જાણો કેટલા પદ પર શરૂ થઈ ભરતી પ્રક્રિયા

job

કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં લગભગ 7 લાખ પદ પર જગ્યા ખાલી છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આપી છે. ગુરૂવારે રાજ્યસભામાં જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે ગયા વર્ષ 1 માર્ચ સુધીના આંકડા અનુસાર કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં કુલ 6.83 લાખ પદ ખાલી છે.

Image result for jitendra singh

 

તેમાંથી કયા ગ્રુપમાં કેટલા પદ છે, કેટલા પદ પર કયા વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા ચલાવવામાં આવી રહી છે? રેલવે અને SSC દ્વારા 2019-2020માં કેટલા પદ ભરવામાં આવી રહ્યા છે? કેન્દ્રીય મંત્રીએ આ તમામ સવાલોના જવાબ આપતા કહ્યું કે સરકારના અલગ અલગ વિભાગોમાં કુલ 6,83,823 પદ ખાલી છે. જેમાં ગ્રૃપ Aમાં 19,896 પદ, ગ્રૃપ Bમાં 89,638 પદ અને ગ્રૃપ Cમાં 5,74,289 પદ ખાલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2થી વધારે બાળકો તો સરકારી નોકરી નહીં, જાણો ક્યાં રાજ્યનો નિર્ણય?

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે SSC દ્વારા 1,05,338 ખાલી પદ પર ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, આ ભરતી 2019-20માં કરવામાં આવી રહી છે. ત્યારે રેલવે મંત્રાલય અને રેલવે ભરતી બોર્ડે (RRB) પણ વર્ષ 2017-18માં 1,27,573 પદ માટે ઘણા નોટિફિકેશન જાહેર કરી ચૂક્યુ છે. આ ભરતી ગ્રૃપ C અને લેવલ-1 પદ પર થઈ રહી છે.

READ  જાણો કેમ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર થઈ રહ્યું છે ઘર્ષણ? જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે સિવાય ગ્રૃપ C અને લેવલ-1 પદ માટે પાંચ સૂચનાઓ 2018-2019માં જાહેર કરવામાં આવી છે. તેના દ્વારા કુલ 1,56,138 પદ ભરવામાં આવી રહ્યા છે. SSC સિવાય અલગ અલગ ગ્રેડસમાં 19,522 વિભાગીય પદને ભરવા માટે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવી ચૂક્યુ છે. મંત્રીએ જણાવ્યું તે મુજબ SSC, RRB/રેલવે સહિત અન્ય વિભાગો દ્વારા કુલ 4,08,591 પદ પર ભરતી પ્રક્રિયાઓ ચાલુ છે.

READ  ખેડૂતો માટે મોટી ખુશ ખબર! ઓલા-ઉબેરની જેમ મંગાવી શકાશે ટ્રેકટર અને અન્ય સાધનો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રાજ્યસભામાં ખાલી પદ અને ભરતી પ્રક્રિયાઓ વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે નિમણુકની પ્રક્રિયાઓ ઝડપી પૂરી થઈ શકે, તેના માટે સંસ્થાઓ કોમ્પ્યુટર આધારીત પરીક્ષાઓનું આયોજન કરી રહી છે. તે સિવાય 1 જાન્યુઆરી 2016થી સરકારે બિન-ગેઝેટેડ પોસ્ટ્સ માટે સાક્ષાત્કારની પ્રક્રિયા ખત્મ કરી દીધી છે. અન્ય ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થવા સુધી ઘણા સ્થળોએ હંગામી નિમણૂકો કરવામાં આવી રહી છે.

 

Oops, something went wrong.
FB Comments