ટેલિવઝન જગતમાંથી આવ્યા આઘાતજનક સમાચાર, 14 વર્ષના આ બાળકલાકારનું અકસ્માતમાં કરુણ મોત

14 વર્ષના બાળ કલાકાર શિવલેખસિંહનું એક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ગુરૂવારે છત્તીસગઢના રાયપુરના બહારના વિસ્તારમાં તેમની કાર એક ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શિવલેખે ઘણી હિન્દી TV કાર્યક્રમોમાં પણ જોવા મળ્યો હતો. આ અકસ્માતમાં શિવલેખ સાથે તેમના માતા-પિતા પણ કારમાં હાજર હતા.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નોકરી ધંધામાં અનુકુળ ૫રિસ્થિતિ સર્જાશે

ત્રણેયને આ અકસ્માતમાં ગંભીર રીતે ઘયલ થયા હતા. પરંતુ ઘટના સ્થળ પર જ શિવલેખનું મૃત્યું થયુ હતું. તેમની માતા લેખના અને પિતા શિવેંદ્ર સિંહ અને ત્રીજી વ્યક્તિ નવીન સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમના માતાની હાલત ખુબ ગંભીર છે.

READ  દમણના પાતલિયા પાસે કાર પલ્ટી જતાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત, 5 ઇજાગ્રસ્ત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેઓ બિલાસપુરથી રાયપુર જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રક સામેથી આવી રહ્યો હતો અને કાર સાથે અથડાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી હતી અને હાલ ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. શિવલેખે ઘણ હિન્દી સીરિયલ્સમાં કામ કર્યું છે. જેમાં સંકટમોચન હનુમાન, બાલવીર અને સસુરાલ સિમર કા પણ શામેલ છે. શિવલેખે રિયાલીટા શોમાં પણ ભાગ લીધો છે.

READ  સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત

[yop_poll id=”1″]

Oops, something went wrong.

FB Comments