PRC વિરુદ્ધ સળગી રહ્યું છે ઇટાનગર, ફિલ્મમેકર સતીશ કૌશિકના 5 થિયેટરો બળીને ખાખ, માંડ-માંડ જાન બચાવી શક્યા સતીશ કૌશિક

અરુણાચલ પ્રદેશમાં કાયમી રહેવાસી પ્રમાણપત્ર (PRC) ચાલી રહેલું વિરોધ પ્રદર્શન વધુ હિંસક બની ગયું છે.

 

પીઆરસી વિરુદ્ધ આક્રોશિત લોકોએ એક તરફ નાયબ મુખ્યપ્રદાન ચાઉના મેનના ઘરને આગ ચાંપી દીધી, તો બીજી બાજુ ફિલ્મમેકર અને એક્ટર સતીશ કૌશિકના 5 થિયેટર સળગાવી દીધાં. આ ઘટના સમયે સતીશ કૌશિક પોતે પાટનગર ઇટાનગરમાં જ હતાં. જોકે સતીશ કૌશિક સમયસર ઇટાનગરથી નિકળવામાં સફળ રહ્યાં.

નોંધનીય છે કે અરુણાચલ પ્રદેશમાં બીજા રાજ્યોથી આવેલા લોકોને કાયમી આવાસ પ્રમાણ પત્ર (પીઆરસી) આપવાની ભલામણના વિરુદ્ધ હિંસા શરુ થઈ છે. ઠેર-ઠેર હિંસાના પગલે સેનાને ઉતારવામાં આવી છે.

READ  સુરતમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત, પરિવારજનોએ મચાવ્યો હોબાળો, જુઓ VIDEO

સતીશ કૌશિક ઇટાનગરમાં ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFF)માં ભાગ લેવા માટે આવ્યા હતાં. અહીંના થિયેટર ચેન સાથે સતીશ કૌશિક પ્રમોટર તરીકે જોડાયા હતાં. તેમણે આગચંપની એક તસવીર શૅર કરતા કહ્યું કે અમે ઇટાનગરમાં ફિલ્મ ફેસ્ટિવલમાં આવ્યા હતાં. અમે હોટેલમાં હતા કે તે જ સમયે હિંસા ભડકવાની ખબર આવી. ફિલ્મ ફેસ્ટિવલ બંધ થઈ ગયું. લોકોએ અમારા 5 થિયેટર બાળી નાખ્યા અમને ભારે નુકસાન થયું. સારુ છે કે અમને સમયસર અરુણાચલ પ્રદેશ સરકારે સલામત રીતે બહાર કાઢ્યા.

[yop_poll id=1786]

READ  ચંદ્રયાન-2: જાણો 15 મિનિટમાં કેવી રીતે વિક્રમ લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટ્યો

Top News Stories From Gujarat : 25-01-2020 | Tv9GujaratiNews

FB Comments