હજ યાત્રા માટે ભારતના લોકોનો કોટા વધારવામાં આવ્યો, સાઉદી અરબે કરી જાહેરાત

ભારતનો હજ કોટા પાકિસ્તાનથી પણ વધારે છે. ઈન્ડિોનેશિયા પછી ભારતનો હજ કોટા સૌથી વધારે રાખવામાં આવ્યો છે.

સૌ પ્રથમવાર 2 લાખ ભારતીય મુસ્લિમ સમુદાયના લોકો કોઈ સબસિડી વગર હજ યાત્રા 2019 પર જશે. હજ યાત્રા પર જવાવાળામાં ‘મેહરમ’ના હજ પર જવાવાળી કુલ 2,340 મહિલાઓ પણ સામેલ હશે. સાઉદી અરબના હજ મંત્રાલયે કોટાને 2 લાખ કરવા માટેની ઔપચારિક જાહેરાત કરી દીધી છે.

 

READ  દેશમાં આવી શકે છે મોટી મંદી! મોદી સરકાર માટે છે ખરાબ સમાચાર

ફેબ્રુઆરી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથેની એક બેઠકમાં સાઉદી અરબે ભારતના હજ કોટામાં લગભગ 25 હજારની સંખ્યાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી ભારતના હજ કોટાની સંખ્યા 2 લાખ થઈ ગઈ છે.

 

Skyrocketed onion prices busing common man's budget, Rajkot | Tv9GujaratiNews

FB Comments